ગુજરાત સરકારનાં માહિતી અને પ્રસારણ વિભાગની ક્લાસ 1 અને 2 ની ભરતી અંતર્ગત નાયબ માહિતી નિયામક અને સહાયક માહિતી નિયામકની ભરતી બહાર પાડવામાં આવી હતી, જેમાં કુલ 137 ઉમેદવારોને ડોક્યુમેન્ટેશન માટે બોલાવવામાં આવ્યા હતા.
આ અંતર્ગત, આગામી ઇન્ટરવ્યુ રાઉન્ડ માટે 101 ઉમેદવારોની યાદી બહાર પાડવામાં આવી છે, જેમના પર્સનલ ઇન્ટરવ્યુ થશે. 25મી નવેમ્બરથી 30 નવેમ્બર સુધી અલગ-અલગ સ્લોટમાં ઉમેદવારોને બોલાવવામાં આવ્યા છે, જ્યાં તેમનો ઇન્ટરવ્યુ રાઉન્ડ થશે.
આ યાદીમાં જાહેર કરવામાં આવ્યું છે કે, 137 ઉમેદવારોમાંથી 4 ઉમેદવાર ગેરહાજર હતા, જ્યારે અન્ય ઉમેદવારોમાંથી એક SEBC ઉમેદવારને સંબંધિત ડોક્યુમેન્ટ ન હોવાથી અને અન્ય ઉમેદવારોમાંથી મેરિટ આધારે આ નવી યાદી બહાર પાડવામાં આવી છે.