આજરોજ DGCA દ્વારા આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સને લઇને એક નિર્ણય લેવામાં આવ્યો છે, જે અંતર્ગત, ભારતમાં આવનારી દરેક ફ્લાઇટ્સ પર રોક લગાવવામાં આવી છે. આ પ્રતિબંધ આગામી 28 ફેબ્રુઆરી સુધી રહેશે.
— DGCA (@DGCAIndia) January 19, 2022
આ ફ્લાઇટ્સ રહેશે બાકાત
મહત્વનું છે કે, આ નિર્ણયમાંથી કાર્ગો ફ્લાઇટ્સ અને DGCA દ્વારા અપ્રુવ કરવામાં આવેલી ખાસ ફ્લાઇટ્સ બાકાત રહેશે. આમ, કાર્ગો ફ્લાઇટ્સ રેગ્યુલર ચાલુ રહેશે.
વધી રહેલાં કોરોનાને પગલે આ નિર્ણય લેવામાં આવ્યો છે. ત્યારે ભારતમાં પણ Omicron અને કોરોના કેસની સંખ્યા દિવસે ને દિવસે વધતી જાય છે. વિશ્વની વાત કરીએ તો અત્યાર સુધીમાં સમગ્ર વિશ્વમાં કોરોનાને કારણે 55,42,359 લોકોનાં મૃત્યુ થયા છે. અમેરિકામાં છેલ્લા 7 દિવસમાં 47 લાખથી વધુ કેસ આવ્યા છે, તો ભારતમાં છેલ્લાં એક સપ્તાહમાં કુલ 17 લાખથી વધુ કેસ નોંધાયા છે.
અન્ય દેશોની વાત કરીએ તો ફ્રાન્સ, ઇટલી, આર્જેન્ટિના, મેક્સિકો અને પોર્ટુગલની પરિસ્થિતિ પણ દિવસે ને દિવસે બગડતી જાય છે. યુરોપમાં કેસની સંખ્યા વધવાથી WHO ચિંતામાં છે.