આજરોજ IPL Auction અંતર્ગત નવી બે ટીમોનાં કેપ્ટનની જાહેરાત કરવામાં આવી છે. અમદાવાદ અને લખનૌનાં કેપ્ટનની પસંદગી થઇ છે, જેમાં અમદાવાદને ગુજરાતનાં જ ખેલાડી હાર્દિક પંડ્યા લીડ કરશે, જ્યારે લખનૌને KL Rahul લીડ કરશે.
Hardik Pandya & K L Rahul will be the captains of Ahemdabad & Lucknow new franchises.. #IPLAuction2022
— Ramesh Bala (@rameshlaus) January 10, 2022
અમદાવાદની ટીમમાં ઇશાન કિશન અને અફઘાન સ્પીનર રાશિદ ખાનનો પણ સમાવેશ કરી શકે છે. આ અંગે હજી પુષ્ટિ થઇ નથી. ટીમનાં કોચ ભૂતપૂર્વ ભારતીય બોલર આશિષ નહેરા રહેશે.
15 કરોડ હશે ફી
આ નવાં ઓક્શન અનુસાર હાર્દિક પંડ્યાને 15 કરોડની ફી મળી શકે છે. મહત્વનું છે કે, હાર્દિક પંડ્યા હાલ મુંબઇ ઇન્ડિયન્સ તરફથી રમી રહ્યો છે, જેને રોહિત શર્મા લીડ કરે છે. હાર્દિક પંડ્યાએ IPL કરિયરની શરૂઆત 2015માં કરી હતી, જ્યાં પ્રથમ મેચ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર સામે રમી હતી.
ઇનિંગ્સની વાત કરીએ તો હાર્દિક પંડ્યાએ અત્યાર સુધી કુલ 91 મેચ રમી છે, જેમાં 27.33 ની રનરેટથી 1476 રન ફટકાર્યા છે. શૂન્ય સદી અને ચાર અડધી સદી સાથે સ્ટ્રાઇક રેટ 153ની જાળવી રાખી છે.
જોકે, ઘણાં લોકોના મતે કેપ્ટનશીપ માટે હાર્દિક પંડ્યા યોગ્ય પસંદગી નથી. ત્યારે જોવાનું એ છે કે નવી-નક્કોર ટીમ સાથે તેમનું પ્રદર્શન કેવું રહે છે.