આજરોજ ચાલી રહેલાં IPL Auction માં એક દુર્ઘટના ઘટી ગઇ હતી, જેમાં ચાલુ ઓક્શન દરમિયાન ઓક્શનિયર હ્યુ એડમિડ્સ ઢળી પડ્યા હતા અને લોકોને કંઇ સમજાય તે પહેલાં બેભાન થઇ ગયા હતા.
Oh that’s scary. The auctioneer has seemingly fainted during #IPLMegaAuction2022. I hope he is Ok pic.twitter.com/gAWkspcA4D
— QUENTIN HULL (@QuentinHull) February 12, 2022
અચાનક બનેલી આ ઘટનાથી ઓક્શનમાં હાજર સૌ કોઇ હેબતાઇ ગયા હતા અને ઓક્શનિયરને તાત્કાલિક સારવાર માટે મોકલી અપાયા હતા. જોકે, ઓક્શનની બાદની જવાબદારી કોમેન્ટેટર ચારુ શર્માએ ઉપાડી અને ઓક્શન કન્ટિન્યુ કર્યુ હતું.
હાલમાં મળેલી માહિતી મુજબ, હ્યુ એડમિડ્સની તબિયત સ્થિર છે અને તેઓ આવતીકાલે ફરીથી ઓક્શનમાં જોડાશે.
ઇશાન કિશન રહ્યો સૌથી મોંઘો ખેલાડી
મહત્વનું છે કે, આજરોજ ઓક્શનમાં સૌથી મોટી બોલી ઇશાન કિશન પર લાગી હતી, જેને મુંબઇ ઇન્ડિયન્સે 15.25 કરોડમાં ખરીદ્યો હતો. બીજા નંબરે શ્રેયસ એય્યરને કોલકાતા નાઇટ રાઇડર્સે 12.25 કરોડમાં ખરીદ્યો હતો.
વિદેશી ખેલાડીઓમાં નિકોલસ પૂરન, શ્રીલંકન ખેલાડી હસરંગા અને જેસન હોલ્ડરે બાજી મારી હતી. નિકોલસ પૂરનને હૈદરાબાદે અને હસરંગાને બેંગ્લોરે 10.75 કરોડમાં ખરીદ્યા છે. જેસન હોલ્ડરને લખનૌ દ્વારા 8.75 કરોડમાં ખરીદવામાં આવ્યા હતા.