પોલીસ ભરતી માટેનાં કોલલેટર ગતરોજ એટલે કે 26મી તારીખથી OJAS વેબસાઇટ પર મૂકાવાના હતા, જે બપોર સુધી સાઇટમાં ન મળતાં ઉમેદવારો મૂંઝાયા હતા. ત્યારે IPS હસમુખ પટેલે ટ્વીટ કરીને જણાવ્યું કે PSI અને LRD ની ભરતીનાં કોલલેટર હવે ડાઉનલોડ થઇ શકશે. સાથે જ તેમણે જણાવ્યું કે ઘણાં બધા ઉમેદવારો એકસાથે પ્રયત્ન કરવાને કારણે શરૂઆતમાં ડાઉનલોડ કરવામાં તકલીફ પડશે.
પો.સ.ઇ તથા લોક રક્ષક ભરતીની શારીરિક કસોટીના કોલલેટર ઓજસની વેબસાઇટ ઉપરથી ડાઉનલોડ કરી શકાશે. બધા ઉમેદવાર એકસાથે પ્રયત્ન કરવાને કારણે શરૂઆતમાં ડાઉનલોડ કરવામાં મુશ્કેલી પડી શકે. થોડા કલાકો પછી તકલીફ દૂર થઈ જશે.
— Hasmukh Patel (@Hasmukhpatelips) November 26, 2021
આ સાથે જ તેમણે જણાવ્યું કે PSI અને LRD પરીક્ષા માટે એક જ કોલ લેટર નીકળશે. જે ઉમેદવારોએ બંનેમાં અરજી કરેલી છે તેઓએ OJAS પર બંનેમાંથી એક જાહેરાત પસંદ કરી તે જાહેરાતનો જ કન્ફર્મેશન નંબર નાખવાનો રહેશે.
પો.સ.ઇ તથા લોક રક્ષક બંને માટે એક જ કોલ લેટર નીકળશે. જે ઉમેદવારોએ બંનેમાં અરજી કરેલી છે તેઓએ ojas પર બંનેમાંથી એક જાહેરાત પસંદ કરી તે જાહેરાતનો જ કન્ફર્મેશન નંબર નાખવાનો રહેશે. જાહેરાત લોકરક્ષકની અને કન્ફર્મેશન નંબર પો.સ.ઇ નો નાખશે તો ડાઉનલોડ થશે નહીં.
— Hasmukh Patel (@Hasmukhpatelips) November 26, 2021
મહત્વનું છે કે, ગુજરાત પોલીસ વિભાગમાં લોકરક્ષક કેડર (LRD) ની હથિયારી અને બિનહથિયારી કોન્સ્ટેબલ-લોકરક્ષક અને SRPF કોન્સ્ટેબલની 10,459 જગ્યાની સીધી ભરતી માટે ઓનલાઇન અરજી મંગાવાઇ હતી. જેમાં કુલ 12 લાખ જેટલી અરજીઓમાંથી 9.46 લાખ અરજી કન્ફર્મ થઈ હતી.