કમૂરતાં ખૂલતા જ ગુજરાતમાં આમ આદમી પાર્ટીને મોટો ઝાટકો લાગ્યો, જેમાં એકસાથે ત્રણ નેતાઓએ રાજીનામાં આપ્યા. પ્રખ્યાત ગાયક અને ભુવાજી વિજય સુવાળા, નીલમ વ્યાસ અને હવે મહેશ સવાણીએ પાર્ટીમાંથી રાજીનામુ આપતાં હવે આમ આદમી પાર્ટીનાં પાયા હચમચી ગયા છે.
આ અંગે આજરોજ ઇસુદાન ગઢવીએ પ્રેસ કોન્ફરન્સ કરી હતી. તેમણે જણાવ્યું કે, મારા પર દારૂનો કેસ કરવામાં આવ્યો, પરંતુ હું હિંમત હારવાનો નથી. અમને ગુજરાતની જનતા પર વિશ્વાસ છે. આ સાથે જ તેમણે જણાવ્યું કે કૌભાંડથી ધ્યાન ભટકાવવા અમારા નેતાઓને ફોડવાામં આવ્યા છે.
मैं AAP में नहीं हूँ
👇
AAP मुझमें है❤ टाइगर अभी ज़िंदा है! -isudan gadhvi— Isudan Gadhvi (@isudan_gadhvi) January 17, 2022
આજરોજ પ્રેસ કોન્ફરન્સમાં તેમણે વધુમાં જણાવ્યું કે, “મરીશું ત્યાં સુધી લડીશું, AAPના ક્રાંતિવિરો 100-100 લોકોને પાર્ટીમાં જોડે. ભાજપે અમારા નેતાઓને પક્ષમાં લેવાની નીતિ અપનાવી છે, જે તેની કોમન ટેક્નિક છે. બધે ભાજપ રૂપિયાથી લોકોને ખરીદી લે છે. તમે સાથ આપજો નહીં તો ઇતિહાસ માફ નહીં કરે”
આ પહેલાં મહેશ સવાણીએ પાર્ટીમાંથી રાજીનામું આપ્યું હતું, તેમણે જણાવ્યું કે તેઓ સમાજસેવા કરવા જોડાયા હતા, પરંતુ પ્રતિકૂળ પરિસ્થિતિઓને કારણે તેઓ પાર્ટી છોડે છે.
વિજય સુવાળા પર સોશિયલ મિડિયા તૂટી પડ્યું
પ્રખ્યાત ગાયક વિજય સુવાળાએ પક્ષપલટો કરતાં જ સોશિયલ મિડિયા પર તેમને ટ્રોલ કરવામાં આવી રહ્યા છે.
View this post on Instagram