જસદણ પોલીસ સ્ટેશનના છેતરપિંડી કેસનાં ગુનામાં ફરાર અને છેલ્લા આઠ વર્ષથી પોતાની ઓળખ છુપાવી વેશપલટો કરી અલગ અલગ જગ્યાએ રહેતા શખ્સને રાજકોટ ગ્રામ્ય કોર્ટે ઝડપી લીધો હતો અને જેલ હવાલે કર્યો હતો.
વેશ બદલીને ફરી રહ્યો હતો આઠ વર્ષથી
ઘટના વિશે વધુ માહિતી અંતર્ગત, જસદણ પોલીસ સ્ટેશનમાં છેતરપિંડીના ગુનામાં શિવરાજપુર ગામનો ગોવિંદ નામનો શખ્સ છેલ્લાં આઠ વર્ષથી પોતાની ઓળખ છુપાવી વેશપલટો કરીને ફરતો હતો અને અલગ અલગ જગ્યાએ સેટિંગ કરીને છેતરપિંડી આચરી હતી. ત્યારે તાજેતરમાં તે અમરેલી જિલ્લાના વડીયા ગામ ખાતે હોવાની માહિતીને આધારે તેને ઝડપી લેવામાં આવ્યો હતો.
રાજકોટ ગ્રામ્ય કોર્ટ અંતર્ગત આવતાં આ કેસનાં આરોપીને પકડી લેવાતાં અન્ય ગુનાઓની માહિતી બહાર નીકળે તેવી સંભાવના છે.