આજે દેશભરમાં ભારતીય જનતા પાર્ટીનો સ્થાપના દિવસ ઉત્સાહ અને ઉમંગભેર ઉજવવામાં આવ્યો હતો ઠેરઠેર આ કાર્યક્રમમાં ગુજરાત અને દેશભરમાં કરવામાં આવ્યા હતા ત્યારે ભાજપના સ્થાપના દિવસે જ શિક્ષણ મંત્રી જીતુભાઇ વાઘાણીએ સાંજે રાજકોટના એક કાર્યક્રમની અંદર ભાંગરો વાટયો હતો.
ગુજરાતનાં શિક્ષણમંત્રી એવા જીતુ વાઘાણીએ આમ આદમી પાર્ટી પર નામ લીધા વગર કટાક્ષો કર્યા હતા. આ પાર્ટી પર કટાક્ષ કરવાના બદલે વાલીઓ અને વિદ્યાર્થીઓ પર કટાક્ષ કર્યા હતા. રાજકોટ ખાતેનાં એક કાર્યક્રમમાં જીતુ વાઘાણીએ જણાવ્યું હતું કે જેને જે સારું લાગતું હોય તે રાજ્ય કે દેશમાં બાળકોના સર્ટિફિકેટ લઈને જતું રહેવું જોઈએ. અહીંયા રહેવું નથી તેવું કહેનારા જ્યાં સારું લાગતું હોય ત્યાં જઈ શકે છે.
આ રીતના નિવેદનો કર્યા હતા કેમ કે આમ આદમી પાર્ટી દ્વારા સામે નિવેદનો કરી જીતુભાઇ વાઘાણીએ વાલીઓ અને વિદ્યાર્થીઓ નું અપમાન કર્યું છે તેમ કહી માફી માગવાની પણ વાત કરી છે. ત્યારે જીતુ વાઘાણી ના આ નિવેદન બાદ પાર્ટી દ્વારા પણ નોંધ લેવામાં આવી છે.
એક બાજુ શિક્ષણનું સ્તર કથળી રહ્યું છે તેમ આ પાર્ટી દ્વારા વારંવાર સવાલો ઉઠાવવામાં આવી રહ્યા .છે ત્યારે બીજી બાજુ ફીના મુદ્દાને લઈને વાલીઓ પણ નારાજ છે તેવામાં આ પ્રકારનું નિવેદન ભારે પડી શકે છે જેથી આગામી સમયમાં ડેમેજ કંટ્રોલનો પ્રયાસ કરવામાં આવશે પરંતુ અત્યારે જીતુ વાઘાણી ના આ નિવેદનને લઈને રાજકારણ ગરમાયું છે.