કંગના રનૌત- બોલિવુડમાં એક્ટિંગ તો દમદાર કરી લે છે, પરંતુ ક્યારેક રાજકારણ સંબંધિત એવી વિશેષ ટિપ્પણીઓ કરી લે છે, જેનાથી તમારું મન કહી ઉઠે કે જયલલિતાનો કિરદાર નિભાવ્યા કરતા ખરેખરાં જ રાજકારણમાં આવી જવું જોઇએ.
તાજેતરમાં જ યોજાયેલા એક એવોર્ડ ફંક્શન બાદ એક ન્યૂઝચેનલ ઇવેન્ટમાં કંગનાએ કહ્યું કે, “અત્યાર સુધીમાં શરીરમાં લોહી હતું, પરંતુ તે હિન્દુસ્તાની લોહી નહોતું… અને ભારતને આઝાદી મળી હતી તે ભીખમાં મળેલી સ્વતંત્રતા હતી. વાસ્તવિક સ્વતંત્રતા 2014માં મળી છે.”
વરુણ ગાંધીનો વળતો પ્રહાર
कभी महात्मा गांधी जी के त्याग और तपस्या का अपमान, कभी उनके हत्यारे का सम्मान, और अब शहीद मंगल पाण्डेय से लेकर रानी लक्ष्मीबाई, भगत सिंह, चंद्रशेखर आज़ाद, नेताजी सुभाष चंद्र बोस और लाखों स्वतंत्रता सेनानियों की कुर्बानियों का तिरस्कार।
इस सोच को मैं पागलपन कहूँ या फिर देशद्रोह? pic.twitter.com/Gxb3xXMi2Z
— Varun Gandhi (@varungandhi80) November 11, 2021
વરુણ ગાંધીએ કંગનાનાં આ વીડિયો પર વળતો પ્રહાર કર્યો છે. તેમણે એક ટ્વિટમાં લખ્યું કે ક્યારેક મહાત્મા ગાંધીનું અપમાન અને તેના હત્યારાનું સન્માન અને હવે ભગત સિંહ, સુભાષચંદ્ર બોઝ, રાણી લક્ષ્મીબાઇ જેવા લાખો ક્રાંતિકારીઓનું અપમાન- શું આને પાગલપન કહેવું કે દેશદ્રોહ?
બીજી તરફ, ટ્વિટર પર પણ લોકોએ કંગના પર ખુલ્લેઆમ પ્રહાર કર્યા છે. મહત્વનું છે કે, કંગનાનું ટ્વિટર એકાઉન્ટ સસ્પેન્ડ કરવામાં આવ્યું છે, પરંતુ ફેનક્લબના નામે ઘણાં ડમી એકાઉન્ટથી માહિતી શેર થતી રહે છે. આ પહેલાં 8મી નવેમ્બરનાં રોજ રાષ્ટ્રપતિનાં હસ્તે કંગના રનૌતને પદ્મશ્રી એનાયત કરવામાં આવ્યો હતો.
President Kovind presents Padma Shri to Ms Kangana Ranaut for Art. She is an Indian film actress and filmmaker, who is widely recognised as an actress par excellence. pic.twitter.com/xOqBAt1VoA
— President of India (@rashtrapatibhvn) November 8, 2021
વિપક્ષી નેતાઓએ પણ કર્યો પ્રહાર
ગુજરાતનાં યુવા નેતા જીગ્નેશ મેવાણીએ પણ ટ્વીટ કરીને આ મુદ્દે લખ્યું છે કે આર્ટિકલ 19 માં દર્શાવ્યા મુજબ ફ્રિડમ ઓફ સ્પીચ અને એક્સપ્રેશનનો વધુ ઉપયોગ 2014 પછી કંગનાથી વધુ કોઇ ભારતીયએ કર્યો નહીં હોય.
Freedom of speech & expression guarented by Article 19 allows one to utter bullshit as well.
No Indian citizen in Independent India has enjoyed Article 19 as much as #KanganaRanaut after 2014.
— Jignesh Mevani (@jigneshmevani80) November 11, 2021