જૂનાગઢ: આજરોજ ગુજરાતનાં સંત સમુદાયમાં પણ એક એવા મહાત્માએ વિદાય લીધી છે, જેમની ખોટ પૂરી શકાય તેમ નથી. જૂનાગઢ તપોભૂમિનાં સંત એવા કાશ્મીરી બાપુ આજરોજ બ્રહ્મલીન થયા છે. આ બનાવથી સમગ્ર સંત સમાજ ઘેરા શોકમાં ડૂબી ચૂક્યો છે.
આવતીકાલે 11 વાગે તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવશે. વિશ્વફલક પર ગિરનારની તપોભૂમિને પહોંચાડનાર કાશ્મીરી બાપુ 10 દિવસ ખાનગી હોસ્પિટલમાં સારવાર હેઠળ હતા, જ્યાંથી તેમને આશ્રમ લઇ જવાયા હતા, જ્યાં આજરોજ તેમનું અવસાન થયું છે.
પોતાની યુવા અવસ્થામાં ગિરનાર પર દત ભગવાનનું વર્ષો સુધી તપ કર્યું હતું અને સિદ્ધહસ્ત તરીકે પૂજાતા કાશ્મીરી બાપુનું 97 વર્ષની વયે અવસાન થયું છે. વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજાએ તેમને સોશિયલ મિડિયા થકી શ્રધ્ધાંજલિ પાઠવી હતી.
સંત સુરા અને સુરવિરતા ની ભૂમિ એટલે કાઠિયાવાડ, એમાં પણ જૂનાગઢ એટલે સંતોનું પિયર, ત્યાંથી આજે ખુદ દુઃખદ સમાચાર આવ્યા સાચા સાધુ-સંતોની હરોળમાં જેમના પ્રાથમિક સ્થાન આપી શકાય એવા સંત શિરોમણી 🙏કાશ્મીરી બાપુ એ દેહ ત્યાગ કરી દેવલોક સિધાવ્યા છે.
🙏બાપુને નમો નારાયણ🙏કાશ્મીરી બાપુને રૂબ pic.twitter.com/Nk2CRpSLoX
— Yuvrajsinh Jadeja (@YAJadeja) February 6, 2022
સમગ્ર સૌરાષ્ટ્ર પંથક સહિત ગુજરાત ભરમાંથી કાશ્મીરી બાપુને સોશિયલ મીડિયા થકી પણ શ્રદ્ધાજંલિ આપવામાં આવી રહી છે.