શ્રાવણી સુદ પૂનમ એટલે કે રક્ષાબંધનનો તહેવાર કાલે સમગ્ર દેશમાં ઉજવવામાં આવશે. ત્યારે પોતાના ભાઇની રક્ષા કાજે બહેનો રાખડી બાંધીને પ્રાર્થના કરશે.
ભદ્રા યોગ બનતો હોવાથી જાણી લો રાખડી બાંધવાનું શુભ મૂહુર્ત
જોકે, આ વખતે દેશભરના જ્યોતિષીઓ પ્રમાણે ભદ્રા યોગ પૂર્ણ થયા પછી પૂનમ અને શ્રવણ નક્ષત્રનો યોગ, ગુરુવારના દિવસે જ બની રહ્યો છે. એટલે 11મી ઓગસ્ટે જ ખરી રક્ષાબંધન ઉજવાશે. આ ઉપરાંત, 11મીએ જ ભદ્રા યોગ હોવાથી આખો દિવસ સારા મૂહુર્ત નથી. માટે રાખડી બાંધવાનો શુભ સમય રાતે 8:25 થી લઇને 9:45 સુધીનો જ છે.
11 ઓગસ્ટનાં રોજ પૂનમની તિથિ અને શ્રવણ નક્ષત્ર સાથે જ ગુરુવારનો શુભ સંયોગ બની રહ્યો છે. જ્યોતિષ ગ્રંથોમાં આ યોગને ખરીદીનું શુભ મુહૂર્ત કહેવામાં આવે છે, જેમાં વાહન, પ્રોપર્ટી, દાગીનાં, ફર્નિચર અને અન્ય સામગ્રીની ખરીદીથી લાંબા સમય સુધી ફાયદો મળવાના યોગ છે.