આવતીકાલે એટલે કે 18મી ઓક્ટોબરનાં રોજ તમામ ૨૭ નક્ષત્રોમાં રાજા કહેવાતો પુષ્ય નક્ષત્રનો સંયોગ બને છે. આ દિવસે મંગળવાર હોવાથી મંગળ-પુષ્યનો શુભ સંયોગ પણ બની રહ્યો છે. સાથે સાથે આ વખતે સિદ્ધ યોગ હોવાથી મંગળ-પુષ્યનો શુભ સંયોગ વિશેષ ફળ આપનાર બની રહ્યો છે.
આ દિવસે કેટલાક ખાસ ઉપાય કરવામાં આવે છે. આ કરવાથી જીવનની તમામ પરેશાનીઓ દૂર થાય છે. વૈવાહિક કાર્યોની બાધાઓ દૂર થાય છે. ધન-સંપત્તિની પ્રાપ્તી થાય છે. આર્થિક નુકસાની અટકી જાય છે. સંપત્તિ, વાહન અને સ્વર્ણ ખરીદવા માટે આ ખુબજ શુભ દિવસ છે.
આ પુષ્ય સંયોગમાં ક્યા કાર્ય સંપન્ન કરી શકશો?
૨૭ નક્ષત્રોમાં પુષ્ય નક્ષત્ર આઠમાં સ્થાન પર આવે છે. પુષ્ય નક્ષત્રનો સ્વામિ શનિ છે, જે સ્થિરતા પ્રદાન કરે છે. મંગળ સ્વર્ણ, ધન, સંપત્તિ, વાહન સુખ આપનારો પ્રતિનિધિ ગ્રહ માનવામાં આવે છે. એટલે જ્યારે જ્યારે મંગળ પુષ્ય શુભ સંયોગ આવે છે, ત્યારે સોનુ ખરીદવામાં આવે છે. મંગળનુ મહત્વ વૈવાહિક જીવન માટે પણ ખુબજ હોય છે. આ કારણે વિવાહમાં આવતી બાધાઓ દૂર થાય છે. ૧૮ ઓક્ટોબર ૨૦૨૨ ના મંગળવારે પુષ્ય નક્ષત્ર આખો દિવસ અને રાત રહેશે.
આ ઉપરાંત, જો તમે મકાન કે જમીન ખરીદવા માંગો છો તો આ સમય એકદમ શ્રેષ્ઠ છે. તમારે જમીન કે મકાનને લગતાં કાર્યોનો શુભારંભ કરી દેવો જોઇએ, કારણકે મંગળ-પુષ્યનો સંયોગ અત્યંત શુભ ફળ પ્રાપ્ત કરાવે છે.
પુષ્ય નક્ષત્રમાં શું કરવું જોઈએ?
પુષ્ય નક્ષત્રના દિવસે સ્વર્ણની કોઈ વસ્તુ અવશ્ય ખરીદ કરવી જોઈએ. આનાથી ઘરમાં ક્યારેય આર્થિક તંગી નહી આવે. સ્વર્ણ ખરીદવાની સ્થિતિ ન હોય તો એક રેશમી લાલ કપડામાં હળદરનો એક ટુકડો તેમાં ગાંઠ બાંધીને અક્ષત અને સિક્કો રાખીને પૂજન કરી તિજોરીમાં રાખો. તેના પરથી શ્રીસૂક્તના પાઠ કરવો, જેનાથી આર્થિક સ્થિતિમાં સુધારો આવશે. જો તમે નવું વાહન ખરીદવા માંગો છો તો પુષ્ય નક્ષત્રમાં વાહન ખરીદવાથી ખૂબ જ શુભ ફળ પ્રાપ્ત થાય છે.
આસો દિવાળીના તહેવારને કારણે વધશે પુષ્ય નક્ષત્રના સંયોગનો પ્રભાવ
જો તમને આર્થિક સમસ્યા આવતી હોય તો પુષ્ય નક્ષત્રના દિવસે ભગવાન વિષ્ણુજીની પૂજા પીળા ફૂલોથી કરો તો આર્થિક સંકટ સમાપ્ત થશે. આ દિવસે જો કોઈને લાંબા સમયથી બીમારી હોય તો તેના માટે ભગવાન શિવ પર મધથી અભિષેક કરવો જોઈએ. આ દિવસે માતા ગાયત્રીની પૂજા કરવાથી શત્રુઓનો નાશ થાય છે`અને આત્મવિશ્વાસ વધે છે.