Tuesday, May 30, 2023
Google search engine
HomeGujaratનડિયાદ: પીજ રોડ પર અકસ્માતમાં બામરોલીના મહિલા સરપંચનું ઘટનાસ્થળે જ મોત

નડિયાદ: પીજ રોડ પર અકસ્માતમાં બામરોલીના મહિલા સરપંચનું ઘટનાસ્થળે જ મોત

ચરોતરનાં નડિયાદ શહેરમાં આજરોજ ભયાનક દુર્ઘટના ઘટી હતી, જેમાં પીજ રોડ પર અકસ્માતે બાઈક પરથી નીચે પટકાયેલા બામરોલી ગામના મહિલા સરપંચના ચહેરા પર ટ્રેક્ટરનું ટાયર ફરી વળતા મૃત્યું થયું છે. બેંકના કામે દંપત્તિ સવારે નડિયાદ આવ્યા હતા, જ્યાંથી કામ પૂર્ણ કરી બંને પરત બામરોલી જઈ રહ્યા હતા, ત્યારે રસ્તામાં દુર્ઘટના બની હતી . ઘટનાને પગલે આસપાસના લોકો મોટી સંખ્યામાં એકત્ર થઈ ગયા હતા.

ટોળામાંથી કોઈએ 108 ને ફોન કરતા એમ્બ્યુલન્સ ઘટના સ્થળ પર આવી ગઈ હતી, જેઓએ ચેક કરતા મહિલા સ્થળ પર જ મૃત્યુ પામ્યા હોવાનું જણાવ્યું હતું. કરૂણ ઘટનાને પગલે વસો તાલુકાના નાનકડા એવા બામરોલી ગામમાં શોકની લાગણી ફેલાઈ ગઈ છે.

નડિયાદ પીજ રોડ પર શનિવારે બપોરે થયેલ ગમખ્વાર અકસ્માતમાં વસો તાલુકાના બામરોલી ગામના મહિલા સરપંચનું મૃત્યુ થયું છે. સરપંચ કાંતાબેન અને તેમના પતી બેંકમાં કામ હોવાથી બાઈક નં.જીજે.07.ઈઈ .0571 લઈ નડિયાદ કેડીસીસી બેંકમાં આવ્યા હતા, જ્યાં કામ પૂર્ણ કરી દંપત્તિ પરત બામરોલી ગામે જઈ રહ્યા હતા, ત્યારે આશિયાના પાર્ક પાસે ટ્રેક્ટર નં.જીજે.07.એએન .1085 નો ઓવરટેક કરવા જતા પુંજાભાઈનું બેલેન્સ બગડ્યું હતું.

ટ્રેક્ટર ચાલકે બ્રેક મારતા પુજાભાઈએ પણ બાઇકને બ્રેક મારી હતી, જે દરમિયાન બેલેન્સ બગડતા પાછળ બેઠેલા મહિલા સરપંચ કાંતાબેન બાઈક પરથી નીચે પટકાયા હતા . તેઓ નીચે પટકાતાં જ સિમેન્ટની થેલીઓ ભરેલ ભારે ભરખમ ટ્રેકટરની ટ્રોલીનું પાછળનું ટાયર તેમના માથા પર ફરી વળ્યું હતું, જેના કારણે કાંતાબેનનું સ્થળ પર જ મૃત્યું થયુ હતું. સમગ્ર ઘટના અંગે પોલીસે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.

સરપંચ તરીકે ચૂંટાયા બાદ બેંકમાં સહી ફેર કરાવવા આવ્યા હતા અકસ્માત બાદ સરપંચ પાસેથી આધારકાર્ડ અને જરૂરી ડોક્યુમેન્ટ મળ્યા હતા. તેમના પતિએ જણાવ્યું હતું કે મહિલા સરપંચ તરીકે તેઓ ચૂંટાયા હતાં, જેથી બેંક એકાઉન્ટમાં સહી બદલાવવાની જરૂરી કામગીરી માટે આવ્યા હતાં. મહત્વની વાત છે કે, કાંતાબેને બેંકમાં તો સહી બદલાવી દીધી, પરંતુ તેમના હસ્તે વિકાસના કામોના એજન્ડા પર તેઓ સહી ન કરી શક્યા.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments