ફક્ત સંગીત ક્ષેત્રે કે બોલિવુડમાં જ નહીં, પરંતુ તમામ મોટાં રાજનેતાઓ અને ક્રિકેટર્સ સાથે પણ લત્તા મંગેશકરજીને સારો નાતો હતો. તેઓ ક્રિકેટર સચિન તેંડુલકરને પોતાના પુત્ર માનતા હતા, તો હાલનાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીને તેમણે ભાઇ માન્યા હતા.
View this post on Instagram
મહત્વનું છે કે, બીજી વખત વડાપ્રધાન તરીકે ચૂંટાયા ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનાં માતાજી હીરાબાને અભિનંદન પત્ર લખ્યો હતો.
તેમણે પત્રમાં લખ્યું હતું કે ભગવાન શ્રીરામની કૃપાથી આપના પુત્ર અને મારા ભાઇ નરેન્દ્ર ભાઇ મોદી ફરીવાર પ્રધાનમંત્રી બનવા બદલ અનેક અનેક શુભકામના.
સાથે જ તેમણે લખ્યું કે, આપના તથા શ્રી નરેન્દ્રભાઇ ના સાદગીપૂર્ણ જીવનને વંદન. શ્રી પ્રહલાદભાઇ શ્રી પંકજભાઇ તથા આપના સમગ્ર પરિવારને ખુબ ખુબ શુભકામના કુશળ આરોગ્ય તથા દીર્ઘ આયુષ્ય માટે પ્રભુને પ્રાર્થના