રાજ્યમાં શાંતિ સલામતિ અને સામાજીક સૌહાર્દ જળવાઇ રહે તે માટે રાજ્ય સરકાર સંપૂર્ણપણે પ્રતિબદ્ધ છે અને તેમાં રૂકાવટ કરનારા તત્વોને કોઇ પણ સંજોગોમાં સાંખી લેવા માંગતી નથી.
રામનવમીએ બનેલી ઘટના અંગે ખંભાતમાં ૯ વ્યક્તિઓ અને હિંમતનગરમાં ૨૨ વ્યક્તિઓ મળી કુલ ૩૧ વ્યક્તિઓ સામે પોલીસે ધરપકડ સહિતની કાયદેસર કાર્યવાહી કરી છે. આ સ્થિતિને કાબૂમાં લેવા અને કાયદો વ્યવસ્થા જાળવવા માટે આજે મુખ્યમંત્રીએ ઉચ્ચસ્તરીય બેઠક યોજી હતી.
ગુજરાતમાં રામ નવમીની શોભા યાત્રામાં ત્રણ શહેરોની અંદર એક પેટર્ન જેવી જુદી જુદી ઘટનાઓ બની હતી. ખંભાતમાં શક્કરપુરા વિસ્તારમાં શોભાયાત્રાની અંદર પથ્થરમારો થતા બે જૂથો સામસામે આવી ગયા હતા.
બીજી તરફ દ્વારકાની અંદર પણ રામ નવમીની ઉજવણીના ભાગરૂપે એક મુસ્લિમ યુવકે કેસરી ધજાને સળગાવી હોવાની વાત સામે આવી હતી. ખંભાતમાં પણ આ પ્રકારની ઘટના બનતા એક નું મોત થયું છે. જ્યારે અન્ય 15 જેટલા લોકો ઘાયલ થયા હતા.
રાજ્યની શાંતિ, સલામતિ અને સામાજીક સમરસતાને ખલેલ પહોચાડવાના પ્રયાસો, આ બે સ્થળોએ કેટલાક તત્વો દ્વારા કરવામાં આવ્યા છે, તેને ગંભીરતાથી લઇ ગૃહ વિભાગે કડક કાર્યવાહીની આદેશ પણ આપ્યા છે.