31 માર્ચ, 2022 પછી PAN કાર્ડ અમાન્ય થઈ જશે જો તે આધાર સાથે લિંક નહીં હોય! અને તેમને લિંક કરવું મફત છે, તો તમે પણ આ સમયમર્યાદાનો સદુપયોગ કરી લો અને PAN ને આધાર સાથે લિંક કરી દો. જો આમ નહીં કરવામાં આવે, તો 10 હજાર રૂપિયા સુધીની પેનલ્ટી પણ લાગી શકે છે.
PAN ને આધાર સાથે કેવી રીતે લિંક કરવું?
દેશની સૌથી મોટી બેંક SBIએ તેના ગ્રાહકોને ફરીથી આધાર કાર્ડ અને PAN લિંક કરવાની ચેતવણી પણ દઈ દીધી છે. આ આધાર કાર્ડ અને PAN લિંક કરવાની છેલ્લી તારીખ 31 માર્ચે જ છે. હજુ પણ ઘણા લોકો એવા છે જેમણે આધાર અને PAN લિંક કરાવ્યું નથી. ડેડલાઈન પછી લિંક કરવું તો મુશ્કેલ બનશે જ, પરંતુ તેના કારણે 10 હજાર રૂપિયા સુધીનો દંડ પણ વસુલશે. જો PAN લિંક ન હોય તો તે અમાન્ય ગણાશે.
બેંકે કહ્યું કે પાન કાર્ડ અને આધાર કાર્ડને લિંક કરવાની અંતિમ તારીખ 31 માર્ચ, 2022 નસમાપ્ત જશે. જે લોકો આધાર અને PAN ને સમયમર્યાદાની સમાપ્તિ પહેલા લિંક નહીં કરે, તેમનો PAN 1 એપ્રિલ, 2022 થી અમાન્ય થઈ જશે. 1 એપ્રિલ પછી પૈસા લેવામાં આવશે
જે પાન કાર્ડ ધારકો કોઈ પણ કારણસર સમયમર્યાદામાં લિંક નથી કરતા તેમને બીજી ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડશે. ત્યારે હાલમાં, આધાર અને PAN લિંક કરવાનું મફત છે. આ સમયમર્યાદા પછી થશે નહીં.
જો તમે PAN ને આધાર સાથે લિંક નહીં કરો તો તે અમાન્ય થઈ જશે. આધાર અને PAN લિંક ન થવાના કિસ્સામાં, તમારે દરેક ટ્રાન્ઝેક્શન પર વધુ TDS ચૂકવવો પડશે. ઉદાહરણ તરીકે, જો તમે હજુ પણ PF ના પૈસા ઉપાડી રહ્યા હોઈ, તો જો PAN લિંક ન હોય તો ઘણો TDS કપાશે. PAN લિંક ધરાવતા ખાતાધારકો પાસેથી 10 ટકા TDS કાપવામાં આવે છે.
PAN અને આધાર લિંક કેવી રીતે કરવું?
સૌથી પહેલા આવકવેરા વિભાગની ઈ-ફાઈલિંગ વેબસાઈટ ખોલો.
હોમપેજ પર જ, જ લિંક આધાર જોડો.
તેને ખોલવા માટે આ વિભાગ પર ક્લિક કરો.
હવે તમારો PAN નંબર, આધાર નંબર અને તમારું નામ દાખલ કરો.
તે પછી લિંક આધાર વિકલ્પ પર ક્લિક કરો