માધુરી દિક્ષીત કે જેમને ચાહકો ધક ધક ગર્લ તરીકે ઓળખે છે, તેઓ ફરીથી ધૂમ મચાવવા સિલ્વર સ્ક્રીન પર આવી રહ્યા છે. The Fame Game કે જે એક થ્રિલર વેબ સિરીઝ છે, તેમાં લીડ રોલમાં માધુરી દીક્ષિત જોવા મળશે.
આ સિરીઝનું ટ્રેલર તાજેતરમાં Netflix પર રિલીઝ થયું છે.
આ ટ્રેલરમાં માધુરી દીક્ષિતની સાથે સંજય કપૂર, માનવ કૌલ, રાજશ્રી દેશપાંડે સહિત ઘણાં કલાકારો જોવા મળશે. કઇ રીતે એક અભિનેત્રી અચાનક ગાયબ થઇ જાય છે અને તેમનાં ઘરવાળાઓ પર શકની સોય ઘુમરાતી રહે છે, તેની આસપાસ આ સિરીઝની મુખ્ય વાર્તા છે.
આ સિરીઝ 25મી ફેબ્રુઆરીનાં રોજ રિલીઝ થવાની છે.