Tuesday, May 30, 2023
Google search engine
HomeLife-StyleFoodઘરે જ બનાવો રેસ્ટોરન્ટની જેમ વર્જિન મોઇતો, ભોજન સાથે સર્વ કરો આ...

ઘરે જ બનાવો રેસ્ટોરન્ટની જેમ વર્જિન મોઇતો, ભોજન સાથે સર્વ કરો આ ડ્રિંક!

ઉનાળામાં ઠંડક મેળવવા માટે ઘણા પ્રકારના ડ્રિંક્સ હોય છે, જેને લોકો ખૂબ જ શોકથી પીવે છે. આવું જ એક ડ્રિંક છે વર્જિન મોઇતો. ઘણા લોકો જ્યારે હોટેલ કે રેસ્ટોરન્ટમાં જમવા જાય ત્યારે તેમના ડ્રિંકમાં વર્જિન મોઇતો પીવાનું પસંદ કરે છે. આ એક એવું સોફ્ટ ડ્રિંક છે, જે લોકોને ખૂબ ગમે છે.

જો તમે ઇચ્છો તો, તમે ઘરે પણ સરળતાથી વર્જિન મોઇતો બનાવી અને પી શકો છો. જો તમારા ઘરે મહેમાનો આવી રહ્યા છે અને તમે તેમને મજેદાર ડ્રિંક સર્વ કરવા માંગો છો, તો તમે ઇન્સ્ટન્ટ વર્જિન મોઇતો બનાવી શકો છો. વર્જિન મોઇતો બનાવવા માટે તમારે કઈ વસ્તુઓની જરૂર પડશે અને તેને કેવી રીતે તૈયાર કરવી તે જાણીએ.

વર્જિન મોઇતો બનાવવા માટે સામગ્રી

  • 3 કપ પાણી
  • દોઢ કપ ખાંડ
  • ફુદીનો 2 કપ બારીક સમારેલો
  • લીંબુ શરબત 2 કપ
  • 2 કપ લાઇમ જ્યૂસ
  • ક્લબ સોડા 8 કપ
  • ગાર્નિશ માટે લીંબુના ટુકડા

વર્જિન મોઇતો બનાવવા માટે

  • સૌ પ્રથમ 2 કપ પાણીમાં ખાંડ નાખીને બરાબર મિક્ષ કરી લો. જો તમે ઇચ્છો તો, પાણીને થોડું ગરમ ​​કરો, તેનાથી ખાંડ મિક્સ કરવામાં સરળતા રહેશે.
  • જ્યારે ખાંડ પાણીમાં ઓગળી જાય ત્યારે તેમાં સમારેલા ફુદીનાના પાન નાખો.
  • હવે ફુદીનાના પાનને ગાળી લો અને બાકીના રસને અલગ રાખો.
  • હવે 1 ગ્લાસમાં 1 કપ પાણી, લીંબુ શરબત અને લાઇમ જ્યૂસ સારી રીતે મિક્સ કરો.
  • હવે તેને ફુદીનાવાળા પાણીમાં મિક્ષ કરો
  • હવે આ મિશ્રણમાં સોડા મિક્ષ કરો અને ઉપરથી આઇસ ક્યૂબ નાખો
  • બસ હવે વર્જિન મોઇતો ડ્રિંક તૈયાર
  • તમે તેને લીંબુની એક સ્લાઇસથી ગાર્નિસ કરી કાચના ગ્લાસમાં સર્વ કરો

 

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments