Monday, June 5, 2023
Google search engine
HomeEntertainmentPushpa નાં પ્રથમ ભાગની સફળતા બાદ મેકર્સે કરી ખાસ જાહેરાત, જુઓ!

Pushpa નાં પ્રથમ ભાગની સફળતા બાદ મેકર્સે કરી ખાસ જાહેરાત, જુઓ!

અલ્લુ અર્જુન સ્ટારર Pushpa નાં પ્રથમ ભાગની ધમાકેદાર સફળતા બાદ તેના બીજા ભાગની રિલીઝ માટે ફેન્સ આતુરતાથી રાહ જોઇ રહ્યા છે, ત્યારે આજરોજ ફિલ્મ મેકર્સ દ્વારા ખાસ જાહેરાત કરવામાં આવી છે.

મિથરી મુવી મેકર્સ દ્વારા એક વીડિયો રિલીઝ કરવામાં આવ્યો છે, જેમાં તેમણે એક નાનકડી ક્લિપ રજૂ કરી છે અને સાથે જ લખ્યું છે કે, 7મી એપ્રિલનાં રોજ કરવામાં આવશે ખાસ એનાઉન્સમેન્ટ.

મહત્વનું છે કે, અલ્લુ અર્જુનની સાથે આ ફિલ્મમાં ફહાદ ફાઝિલ, રશ્મિકા મંદાના, રાવ રમેશ, અનસૂયા જેવા સાઉથનાં સુપરસ્ટાર એક્ટર્સ અને એક્ટ્રેસ એકસાથે જોવા મળ્યા હતા. આ ફિલ્મ તેલુગુની સાથે તમિલ, કન્નાડા, મલયાલમ અને હિન્દીમાં પણ રિલીઝ થઇ હતી.

આ જાહેરાત બાદ Pushpa: The Rule નો હેશટેગ Twitter પર ટ્રેન્ડ થઇ રહ્યો છે. ફેન્સ પણ વિવિધ પ્રકારનાં કોન્ટેન્ટ પોસ્ટ કરી રહ્યા છે.

પ્રથમ ભાગે કરી હતી મબલખ કમાણી

Pushpa નાં પ્રથમ ભાગે વર્લ્ડવાઇડ 350 કરોડથી વધુની કમાણી કહી હતી, ત્યારે બીજો ભાગ 500 કરોડ ક્રોસ કરે તેવી શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments