આમ આદમી પાર્ટીનાં નેતા અને દિલ્હીનાં શિક્ષણમંત્રી મનીષ સિસોદિયાએ તાજેતરમાં જ ગુજરાતનાં શિક્ષણમંત્રી જીત વાઘાણી સાથે વાકયુદ્ધમાં ઉતર્યા હતા અને ચેલેન્જ લીધી હતી, ત્યારે જીતુ વાઘાણીએ કહ્યું હતું કે અમે નાના હતા ત્યારે અમે પણ આમ જ ભણતા હતા, અને જે લોકોને અહીં ન ફાવતું હોય, તે પોતાના બાળકોના સર્ટી લઈને જે રાજ્ય કે દેશમાં વધુ સારી સુવિધા હોય ત્યાં ચાલ્યા જાય.
જોકે, આ નિવેદનની પણ હાઈકોર્ટે ટીકા કરી હતી. ત્યારે છેલ્લાં કેટલાક દિવસોથી રાજ્યનો શિક્ષણ વિભાગ યેનકેન પ્રકારે વિવાદોમાં ઢસડાઈ રહ્યા છે, ત્યારે આજે જીતુ વાઘાણીના ગઢમાં જ દિલ્હીના શિક્ષણમંત્રી સિસોદિયા શાળાઓની મુલાકાત લીધી હતી.
फिर से दिखा रहा हूँ…27 साल BJP के शासन के बाद ये तस्वीरें आज गुजरात के शिक्षा मंत्री के अपने शहर के सरकारी स्कूल की हैं… @ArvindKejriwal के मात्र 7 साल के शासन के अंदर हमारे एक भी स्कूल में यह देखने को नहीं मिलेगा जो आज गुजरात में 27 साल के BJP शासन के बाद भी दिख रहा है pic.twitter.com/Q61hMv1khy
— Manish Sisodia (@msisodia) April 11, 2022
મનીષ સિસોદિયાએ આજરોજ ગુજરાત આમ આદમી પાર્ટીનાં નેતા ઇસુદાન ગઢવી સાથે ભાવનગરની મુલાકાતે આવી પહોંચ્યા છે. શિક્ષણમંત્રી જિતુ વાઘાણીના મતવિસ્તારમાં આવેલી સ્કૂલો અંગે તેઓ માહિતી મેળવી હતી, તેમણે હદાનગરમાં આવેલી સરકારી શાળા નંબર 62 અને સિદસર ખાતે આવેલી કેન્દ્રવતી શાળાની મુલાકાત લીધી હતી.
હદાનગરમાં આવેલી સરકારી શાળા નંબર 62ની મુલાકાત લઇ પત્રકારો સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, “માત્ર એકાદ-બે LED લગાવી દેવાથી સ્માર્ટ શાળા બની જતી નથી. શાળામાં ગાબડાં પડી ગયાં છે, એ જર્જરિત છે.બાળકો ભયના ઓથાર નીચે જીવે છે, જેથી એને રિપેરિંગ કરાવવી જોઈએ. અહીં આવીને મેં જોયું કે શાળાઓની હાલત કેટલી ખરાબ છે. હું આવવાનો હતો એટલે સાફ-સફાઇ તો કરી છે, પણ એટલી થઇ નથી, સાફ કરવા છતાં જાળિયા અને ગંદકી જોવા મળી રહીં છે. ગુજરાતના શિક્ષણમંત્રીના હોમ ટાઉનમાં જ શાળાઓની આવી હાલત છે તો રાજ્યમાં બીજે કેવી હશે.”