લોકો જેને સનકી માને છે, એવા બિઝનેસમેન Elon Musk એ Twitter ની કમાન હાથમાં લીધા બાદ તેમાં ઘણાં-બધા ફેરફાર કર્યા છે, જેમાંથી એક બ્લુટિક વેરિફિકેશન પણ છે. મહત્વનું છે કે, હવેથી જો તમારે તમારી પ્રોફાઇલમાં બ્લુ ટિક વેરિફિકેશન જોઇશે, તો તેના માટે તમારે પેમેન્ટ કરવાનું રહેશે.

આ સાથે જ દેશનાં જાણીતાં સેલેબ્રિટીઝ, એક્ટર-એક્ટ્રેસ, ક્રિકેટર સહિત ઘણાં-બધા જાણીતા ચહેરાનાં બ્લુ ટિક વેરિફિકેશન આજરોજ હટાવવામાં આવ્યા છે. ત્યારે તેમાં મહેન્દ્રસિંહ ધોની, જેક્લિન ફર્નાન્ડિઝ, અમિતાભ બચ્ચનનો પણ સમાવેશ થાય છે.
આ પહેલાં, Elon Musk એ ટ્વિટ કરીને જાણકારી આપી હતી, કે 20મી એપ્રિલ સુધી જ જે ફ્રી બ્લુ ટિક વેરિફિકેશન છે, તે રહેશે, ત્યારબાદ તેને હટાવી લેવામાં આવશે.
પેઇડ વેરિફિકેશનને પગલે Twitter પર હવે એવી પણ ઘણી પ્રોફાઇલ જોવા મળી રહી છે, જે નોર્મલ છે અથવા તો પેરોડી કે ફેક એકાઉન્ટ છે, છતાં તેના પર વેરિફિકેશન માર્ક જોવા મળે છે.