છેલ્લાં ઘણાં દિવસોથી કોરોનાનાં કેસ વિવિધ રાજ્યોમાં વધી રહ્યા છે, ત્યારે દેશનાં ઘણાં રાજ્યોમાં માસ્કને ફરીથી ફરજિયાત કરવામાં આવી રહ્યા છે. દેશની રાજધાની દિલ્હીમાં દિવસે ને દિવસે કોરોના પોઝિટિવ કેસીસ વધી રહ્યા છે, ત્યારે દિલ્હી ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી (DDMA)એ બુધવારે તેમની બેઠકમાં આ મહત્વનો નિર્ણય લીધો છે.
Mandatory face mask-wearing, Rs 500 fine on cards in Delhi: Sources
Read @ANI Story | https://t.co/AWzpCQPk6O#COVID19 #Delhi pic.twitter.com/s1bK57Ogih
— ANI Digital (@ani_digital) April 20, 2022
ઓથોરિટીનાં જણાવ્યા મુજબ, માસ્ક ના પહેરનારને રૂ. 500નો દંડ કરવામાં આવશે. આ બેઠકમાં સ્કૂલો બંધ ન કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
આ સાથે જ ઉત્તર પ્રદેશમાં પણ માસ્ક ફરીથી ફરજિયાત કરવામાં આવ્યું છે. મહત્વનું છે કે, છેલ્લાં 24 કલાકમાં દેશમાં 2067 કેસ સામે આવ્યા છે, જેમાં હેલ્થ ડિપાર્ટમેન્ટના જણાવ્યા પ્રમાણે મંગળવારે દિલ્હીમાં 632 નવા કેસ નોંધાયા છે. જોકે પોઝિટિવ રેટમાં ઘટાડો નોંધાયો છે. પોઝિટિવ રેટ 7.72%થી ઘટીને 4.42% થયો છે. દિલ્હીની સાથે મિઝોરમ, મહારાષ્ટ્ર, હરિયાણા અને ઉત્તર પ્રદેશમાં કોરોના કેસ વધી રહ્યા છે.