દેશમાં વેક્સિનેશનનો આંકડો સો કરોડને પાર થયો છે, ત્યારથી કોવિડની કોલરટ્યુન બદલાઇ છે. હવે આ કોલરટ્યુનમાં જે અવાજ તમે સાંભળો છો, તે એક ગુજરાતી યુવકનો છે. જી હાં, ગુજરાતી યુવાન પાર્થ તારપરાએ આ કોલરટ્યુનમાં પોતાનો અવાજ આપ્યો છે.
મૂળ જામનગરનો છે આ યુવક
પાર્થ તારપરા જામનગરના કાલાવડ તાલુકાના નિકાવા ગામના વતની છે. પાર્થ તારપરાએ એન્જિનિયરિંગ કર્યા બાદ એક રેડિયો સ્ટેશનમાં કોપી રાઈટર તરીકે નોકરીની શરૂઆત કરી હતી. એન્જિનિયરિંગ દરમિયાન તેમણે ગઝલ-લેખન પર પણ હાથ અજમાવ્યો હતો, જેમાં તેમની સારી પકડ છે.
હાલમાં પાર્થ એક ફિલ્મ પ્રોડક્શન કંપની ‘વિજયગિરિ ફિલ્મોસ’ સાથે ગીતકાર અને સ્ક્રિપ્ટ રાઈટર તરીકે સંકળાયેલા છે. આ કોલરટ્યુનની સાથે 100 કરોડ વેક્સિનેશન પર એક થીમ સોંગ રિલીઝ થયું છે, જે ગીત ખુદ પાર્થે લખ્યું છે.