ભારત G20 અંતર્ગત મેગા બીચ ક્લિનીગ ઇવેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે. ત્યારે પ્રધાનમંત્રીનાં સંદેશ “ સ્વચ્છતા અને જન ભાગીદારી” સાથે ભારત સરકાર દ્વારા પસંદ થયેલ નવસારીના ઐતિહાસિક દાંડી બીચ ઉપર રાષ્ટ્રીય સ્તરની મેગા બીચ ક્લિનીંગ ઇવેન્ટ આયોજન કરવામાં આવ્યું હતું. વિધાનસભા પૂર્વ ઉપદંડક અને જલાલપોરના ધારાસભ્ય આર સી પટેલે દાંડી બીચની સાફ સ્કાઈ કરી સેહલાણીઓને સ્વચ્છતા રાખવા આહવાન કર્યું છે.
દાંડી દરિયા કિનારાને બનાવાશે સ્વચ્છ
ગુજરાત ઇકોલોજી કમિશન, વન અને પર્યાવરણ વિભાગ દ્વારા ભારત G-20 અંતર્ગત મેગા બીચ ક્લિનીગ ઇવેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે. ત્યારે નવસારી જિલ્લાના 52 કિમીના દરિયા કિનારાને સ્વચ્છ બનાવવાના ઉદ્દેશ્ય સાથે આજે આઝાદીના પ્રવેશ ધ્વાર દાંડી દરિયા કિનારે વિવિધ સંસ્થાઓ સ્વયંસેવકો દ્વારા દરિયા કિનારાની સફાઈ આરંભી હતી. આ ખાસ કાર્યક્રમ અંતર્ગત દાંડી દરીયા કિનારે ત્રણ કિમી વિસ્તાારમાં સફાઇ અભિયાન હાથ ધરવામાં આવ્યું છે.
દાંડી દરિયા કાંઠાને સ્વચ્છ કરવા જલાલપોરના ધારાસભ્ય અને વિધાનસભા પૂર્વ ઉપદંડક આર સી પટેલ અને અન્ય મહાનુભાવોની ખાસ ઉપસ્થિતતિમાં નવસારીની વિવિધ શાળાઓ, સમાજસેવી સંસ્થાઓ, વનવિભાગ, ગામજનો અને પર્યાવરણપ્રેમીઓએ દરિયા કિનારાનું સફાઈ અભિયાન છેડી કિનારાને સ્વચ્છ કર્યો હતો. જલાલપોરના ધારાસભ્ય આર સી પટેલે સેહલાણી પ્લાસ્ટિક સાથે અન્ય કચરો દરિયા કિનારે કે નદીમાં ન ફેંકવાની અપીલ કરી સ્વચ્છતાના જન આંદોલનમાં જોડાવવા લોકોને આહ્વાન કર્યું હતું.
નવસારીના ઐતિહાસિક દાંડી દરીયા કિનારે સ્વચ્છતા અભિયાન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જલાલપોર ધારા સભ્ય આર સી પટેલ અને ગુજરાત ઇકોલોજી કમિશનના ઈશ્વર દેસાઈનાં હસ્તે કાર્યક્રમનું ઉદઘાટન કરવામાં આવ્યું હતું. આ સ્વચ્છતા અભિયાનમાં બાળકોએ સ્વચ્છતા પર ચિત્રકામ કર્યું હતું. આ પ્રસંગે સ્વચ્છતાનાં સંદેશ સાથે સાયકલ યાત્રાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું.