- ગેરકાયદેસર રીતે ટ્રક અમેરિકામાં ઘૂસવાનો પ્રયત્ન કરતો હતો
- બ્રિજ સાથે અથડાયા બાદ પલટી ગયો ટ્રક
આજરોજ દક્ષિણ મેક્સિકોમાં ભીષણ અકસ્માત સર્જાયો હતો, જેમાં એક ટ્રકે ભારે ભીડવાળા રસ્તા પર રાહદારીઓને અડફેટે લીધા હતા. આ ઘટના મેક્સિકોનાં ચિયાપાસ રાજ્યની રાજધાનીનાં રસ્તે થઇ હતી, જેમાં લોકો ગેરકાયદેસર રીતે અમેરિકામાં ઘૂસવાની કોશિશ કરી રહ્યા હોવાનું માલૂમ થયું છે.
આ દુર્ઘટનામાં 53 લોકોના મૃત્યુ થયા છે. જ્યારે 50થી વધુ લોકો ઘાયલ થયા છે. મળતી માહિતી અનુસાર આ માલવાહક ટ્રક જેવો પુલ પર ચઢ્યો કે તરત જ ડ્રાઈવરે તેનું નિયંત્રણ ગુમાવી દીધું અને તેના કારણે રસ્તાની ધારે ચાલીને જતા લોકોને કચડીને ટ્રક ડિવાઈડર સાથે અથડાયો હતો.
આ ઘટના અંગે ચિયાપાસ રાજ્ય નાગરિક સુરક્ષા કાર્યાલયના પ્રમુખ લુઈસ મેનુઅલએ જણાવ્યું કે મૃત્યુ પામનારાઓ અને ઘાયલોમાં મોટાભાગે સેન્ટ્રલ અમેરિકાના પ્રવાસીઓ છે. મોરેનોએ વધુમાં જણાવ્યું કે બચેલા લોકોમાંથી કેટલાકે કહ્યું કે તેઓ પાડોશી દેશ ગ્વાટેમાલાના છે. હજી ઘણાં લોકોની નેશનાલિટી અંગે પૂછતાછ કરવામાં આવશે.