દુનિયાભરનાં કરોડો ફેન્સ જેની આતુરતાથી રાહ જોઇ રહ્યા હતા, તે વેબ-સિરીઝ આખરે રિલીઝ થઇ ચૂકી છે.Money Heist ની 5મી સિઝન કે જે આખરી સિઝન છે, તે આજરોજ Netflix પર રિલીઝ થઇ ચૂકી છે.
Suit up. It’s going to be one hell of a ride.#MoneyHeist Part 5 Volume 1 is now streaming in English, Hindi, Tamil and Telugu. pic.twitter.com/eSfM2uqKMI
— Netflix India (@NetflixIndia) September 3, 2021
મહત્વનું છે કે, સોશિયલ મિડિયા પર દરેક જગ્યાએ છેલ્લાં ઘણાં સમયથી આ સિરીઝ માટે ખાસ પ્રમોશન કરવામાં આવ્યું છે. મૂળ સ્પેનિશ સિરીઝ એવી Money Heist જેનું ઓરિજિનલ નામ ‘La Casa de Papel’ હતું, તે પહેલાં સ્પેનિશ ચેનલ Antena 3 પર રિલીઝ થઇ હતી, પરંતુ ત્યારે તેને ખાસ રિસ્પોન્સ નહોતો મળ્યો. પરંતુ, Netflix પર તેની રિલીઝને સારો રિસ્પોન્સ મળ્યો અને પહેલી બે સિઝન બાદ ત્રીજી અને ચોથી સિઝન પણ Netflix પર રિલીઝ થઇ હતી.
જયપુરની કંપનીએ આપી ખાસ ઓફર
View this post on Instagram
જયપુરની એક મોબાઇલ એપ ડેવલોપમેન્ટ ફર્મ દ્વારા આજરોજ તેમનાં એમ્પ્લોઇઝ માટે ખાસ રજા જાહેર કરી હતી. આ ખાસ સિઝન માટે એક ખાસ નોટિફિકેશન આપીને કંપનીએ જણાવ્યું કે, અમે ફોલ્સ મેઇલ્સ કે સિક લીવનાં મેઇલ્સની જગ્યા બચાવવા તમને ખાસ રજા આપી રહ્યા છીએ, જેથી આ સિઝનનો આનંદ માણી શકો.