Tuesday, May 30, 2023
Google search engine
HomeGujaratમોરારી બાપુએ સ્વરસામ્રાજ્ઞીનાં નિધન પર વ્યક્ત કર્યો શોક, જણાવ્યું કે...

મોરારી બાપુએ સ્વરસામ્રાજ્ઞીનાં નિધન પર વ્યક્ત કર્યો શોક, જણાવ્યું કે…

ભારતીય સંગીતજગત અને સમગ્ર દેશે એક અનોખી એવી પ્રતિભા અને સ્વરકોકિલા એવા લત્તા મંગેશકરજીને ગુમાવ્યા છે. ત્યારે દેશભરનાં સેલેબ્રિટીએ તેમને શ્રધ્દાંજલિ પાઠવી હતી.

મોરારીબાપુએ ભારતરત્ન લતા મંગેશકરને શ્રધાંજલિ પાઠવી. પુ મોરારીબાપુએ અરૂણાચલ પ્રદેશના ઈટાનગરમા ગવાઈ રહેલી “માનસ વંસત” રામકથામાં લતા મંગેશકરને શ્રદ્ધાંજલિ આપતાં કહ્યું કે હમણાં જ મને સમાચાર મળ્યા કે ભારત રત્ન આદરણીયા લતા મંગેશકર એટલે કે લતા દીદી હવે નથી રહ્યાં.

“મારી વ્યાસપીઠ અને 170 ના શ્રોતાઓ વતી દેશોમાં કથા સાંભળી રહેલાં સૌ શ્રોતા ભાઈ બહેનને સાથે લઈ હું લતા દીદી પ્રતિ શ્રદ્ધાંજલિ અર્પણ કરું છું.એમનો કંઠ વૈકુંઠની યાદ અપાવે છે. કેવો સ્વર, કેવો સુર! વૈકુંઠ શબ્દનો સમજણ પૂર્વક પ્રયોગ કરું છું કારણ કે વૈકુંઠનું સંગીત સત્વપ્રધાન છે,” લત્તાજીને શબ્દાંજલિ આપતાં મોરારીબાપુએ જણાવ્યું હતું.

તેઓ વધુમાં લખે છે કે, “લતા દીદીના સ્વરમાં,એમનાં સંગીતમાં સત્વની પ્રધાનતા રહી છે.એમનાં સંગીતમાં કોઇ હોંશિયારી નહી પરંતુ હરિક્રૃપા રહી છે. એમનાં નિર્વાણને પ્રણામ કરું છું. સૂર અને સ્વરના ઍક અદ્ભુત સાધિકા હવે આપણી વચ્ચે નથી પરંતુ એમનું સંગીત આપણી સાથે રહેશે.આપ મૃત્યુ નથી પામ્યાં, શાશ્વતીને પામ્યાં છો.પુનઃ એક વાર આપની વિદાયને શ્રદ્ધાંજલિ સમર્પિત કરું છું. અમારાં પ્રણામ.”

આ તમે વાંચ્યું કે…?

નરેન્દ્ર મોદીને લત્તાજી માનતાં હતાં પોતાના ભાઇ: એક વખત હીરાબાને પત્ર લખીને જણાવ્યું હતું કે…

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments