મોરબીમાં ગતરોજ કેબલ બ્રિજ પડવાની દુર્ઘટના થઇ છે, જેમાં અત્યાર સુધી 190 થી વધુ લોકોનાં મૃત્યુ થયાં છે. હાલમાં ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવી ખડેપગે બચાવ કામગીરીનું નિરીક્ષણ કરી રહ્યા છે, તો સાથોસાથ મોરબીનાં લોકો પણ આ ઘટનાને થોડી ઓછી ગમગીન બનાવવા બનતો પ્રયાસ કરી રહ્યા છે. ઘટનાને પગલે આવતીકાલે વડાપ્રધાન મોદી પણ મોરબી પહોંચવાના છે.
સાંસદ મોહન કુંડારિયાનાં 12 સંબંધીઓનાં મોત, માહોલ ગમગીન
સાંસદ મોહન કુંડારિયાનાં બહેનનાં સગાં-સંબંધી જેઓ આ બ્રિજની મુલાકાતે હતા, તેઓ પણ આ ઘટનાનો ભોગ બન્યા છે. ઘટનામાં સગાં બહેનના જેઠાણીના પરિવારના લોકો, ચાર દીકરી, ચાર જમાઈ અને સંતાનો સહિત એક પરિવારના 12 મોત થતાં સાંસદને ભારે આઘાત લાગ્યો છે. ત્યારે હજી અસલ આંકડો બહાર આવ્યો નથી. જ્યાં બ્રિજ તૂટ્યો ત્યાં 15થી 20 ફૂટ ઊંડુ પાણી હોવાની આશંકા હતી.
તંત્ર પર સવાલો તો બીજી તરફ ટ્વિટર પર આઇ.ટી. સેલનાં વિપક્ષ પર પ્રહાર
મહત્વનું છે કે, આ ઘટના મુદ્દે પણ રાજકારણ ગરમાયું છે. ખાસ કરીને વિપક્ષે ભાજપનાં નેતાઓને આડે હાથ લીધા છે, ત્યારે મ્યુનિ. તંત્રને પણ આ બ્રિજનું ઉદ્ઘાટન કોણે કર્યુ, તેની જાણ નથી, તેવા નિવેદનો મળતાં લોકોનો આક્રોશ બહાર આવ્યો છે. મોરબીની ઝૂલતા પુલ દુર્ઘટના અંગે નગરપાલિકાના ચીફ ઓફિસર સંદીપસિંહ ઝાલાએ ચોંકાવનારી વિગતો જાહેર કરતાં જણાવ્યું હતું કે પુલનો કોન્ટ્રેક્ટ આપી દીધા બાદ પુલ તૈયાર થઈ જતાં નગરપાલિકાના વેરિફિકેશન વગર પુલ ચાલુ કરી દેવાયો હતો, એટલે તમામ જવાબદારો સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. ત્યારે લોકોનાં સવાલ છે કે ખાનગી કંપનીનું પાસું નગરપાલિકા સામે આટલું મજબૂત કેમ કે ઉદ્ઘાટનનાં ચાર દિવસ બાદ પણ નગરસેવકો ચૂપ હતાં? કે પછી તેમની પણ મીલીભગત હતી?
બીજી તરફ, રાષ્ટ્રયી સ્તરે કેટલાંક સંઘતરફી લોકો આ ઘટના મુદ્દે પણ આમ આદમીને ટાર્ગેટ કરી રહ્યા છે, ત્યારે સવાલ એ છે કે આવી ઘટનામાં પણ ભાજપ ગંદુ રાજકારણ છોડી નથી રહ્યું?
#Morbi bridge collapse is accident or conspiracy by Team Aurangzeb ? pic.twitter.com/Fph0clIBUE
— Major Surendra Poonia (@MajorPoonia) October 31, 2022