આજરોજ અમદાવાદની IPL ટીમનું નામ જાહેર થયું છે અને તે નામ છે- ગુજરાત ટાઇટન્સ. જી હાં, ફક્ત અમદાવાદને નહીં, પરંતુ આખા ગુજરાતને ધ્યાનમાં રાખીને આ નામ પસંદ કરાયું છે અને સોશિયલ મીડિયા પર તેની ચર્ચા થવા લાગી છે.
Gujarat Titans એ સોશિયલ મીડિયા પર નામ શેર કરતાં જણાવ્યું કે આ નામ પાછળનો હેતુ ટૂંકા ગાળાનો નહીં, પરંતુ એક ખાસ ઉદ્દેશ સાથે રખાયો છે. “આપણે સૌ મોટા ચેલેન્જ સ્વીકારીએ છીએ અને ફાઇટિંગ સ્પિરિટ છે જે આપણને Titans બનાવે છે.”
આ સાથે મુંબઇ ઇન્ડિયન્સ દ્વારા ગુજરાત ટાઇટન્સનું અનોખું રીતે સ્વાગત કરવામાં આવ્યું હતું. મુંબઇ ઇન્ડિયન્સે ટ્વીટ કરી લખ્યું કે, “#TATAIPL માં આપનું સ્વાગત છે, @gujarat_titans”
તમારો હાર્દિક આભાર! 😉 https://t.co/qUWoZVn4MT
— Gujarat Titans (@gujarat_titans) February 9, 2022
મહત્વનું છે કે, ઘણાં સમયથી ટીમની જાહેરાત સોશિયલ મીડિયા પર ચર્ચામાં હતી. કારણકે હાર્દિક પંડ્યા સહિત 3 ક્રિકેટરોની ખરીદી બાદ નામ જાહેરાત કરવાથી લઇને લોગો જાહેર કરવાની બાબત પર ઘણો સમય લેવામાં આવ્યો. ત્યારે આજરોજ આખરે અમદાવાદની ટીમનું નામ જાહેર કરાયું છે. આ પહેલાં ‘અમદાવાદ ટાઇટન્સ’ નામ રાખવામાં આવશે, તેવી લોકોમાં ચર્ચા હતી, પરંતુ અમદાવાદની જગ્યાએ બધા ગુજરાતીઓને આવરી લઇને ગુજરાત ટાઇટન્સ નામ પસંદ કરવામાં આવ્યું છે.
હાલમાં, આ ટીમની કેપ્ટનશિપ હાર્દિક પંડ્યા કરશે.