મહારાષ્ટ્રમાં છેલ્લાં કેટલાંક દિવસોથી લાઉડસ્પીકરનો વિવાદ ચાલે છે. મનસે પ્રમુખ રાજ ઠાકરેએ ધાર્મિક સ્થળોએ લાઉડ સ્પીકરને લઇને ધમકી આપી હતી, ત્યારે નાસિક પ્રશાસને એક મહત્વનો નિર્ણય લીધો છે. નાસિકમાં લાઉડ સ્પીકર પર હનુમાન ચાલીસા કે ભજન વગાડવા માટે મંજૂરી લેવી પડશે.
આ સાથે જ એમ પણ કહેવામાં આવ્યું છે કે, અઝાન પહેલા અને બાદમાં 15 મિનિટની અંદર આ માટે મંજૂરી નહીં મળે. મસ્જિદના આજુબાજુના 100 મીટરના ક્ષેત્રમાં આ માટે મંજૂરી નહીં મળે, તેનો પણ આદેશ આપવામાં આવ્યો છે.
Maharashtra | Permission has to be taken for playing Hanuman Chalisa or Bhajan. It will not be allowed within 15 minutes before and after the Azan. It will not be allowed within 100 metres of the mosque. The aim of this order is to maintain law & order: Deepak Pandey, Nashik CP pic.twitter.com/zRrnyHdMqq
— ANI (@ANI) April 18, 2022
મહત્વનું છે કે, સામાજીક અને ધાર્મિક સૌહાર્દ જળવાઇ રહે તે માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે. તે અંગે નાસિક પોલીસ કમિશનર દીપક પાંડેએ જણાવ્યું કે, હનુમાન ચાલીસા કે ભજન વગાડવા માટે મંજૂરી લેવી પડશે. અઝાનની 15 મિનિટ પહેલા અને બાદમાં આ માટેની મંજૂરી નહીં મળે. તેમના કહેવા પ્રમાણે શાંતિ અને વ્યવસ્થા જાળવી રાખવા માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે.