ભારત દેશની આઝાદીમાં ગુજરાતીઓ અને ગુજરાતે મહત્વનો ફાળો આપ્યો છે. તેમાંથી એક છે સવિનય કાનૂનભંગ કે જેના અંતર્ગત મીઠાનો સત્યાગ્રહ થયો હતો. મહાત્મા ગાંધી અને તેમની સાથે અન્ય 80 સત્યાગ્રહીઓએ અમદાવાદનાં ગાંધી આશ્રમથી નવસારીનાં દાંડી ગામ સુધી આ યાત્રા કરી હતી.
આ યાત્રાને ઇતિહાસ આજે પણ યાદ કરે છે, ત્યારે તેને લોકો સુધી વધુ યોગ્ય રીતે પહોંચાડવા માટે National Salt Satyagraha Memorial વિકસાવવામાં આવ્યું છે.
નવસારીનાં દાંડીમાં આ ખાસ મેમોરિયલ ઊભું કરવામાં આવ્યું છે, જ્યાં મીઠા સત્યાગ્રહની ખાસ પળો અને બાપુના સ્મરણોને કંડારવામાં આવ્યા છે.
જો તમે દાંડીયાત્રા અને મીઠા સત્યાગ્રહ વિશે વધુ જાણવા માંગતા હોવ અને ઇતિહાસપ્રેમી હોવ, તો આ મેમોરિયલની મુલાકાત ખાસ લેજો.
How to reach Dandi?
- રોડ માર્ગે તમે સુરત અને નવસારીથી દાંડી પહોંચી શકો છો. સુરત બસપોર્ટ અહીંથી 30 કિ.મી. દૂર છે.
- રેલ માર્ગે નવસારીથી તમે દાંડી પહોંચી શકો છો. નવસારી રેલ્વે સ્ટેશન અહીંથી 16 કિ.મી. દૂર છે.
- હવાઇ માર્ગે તમે સુરત એરપોર્ટથી દાંડી પહોંચી શકશો.