- કેપ્ટન- સિદ્ધુ ફરી આમને-સામને
- પંજાબ વિધાનસભાની ચૂંટણી પહેલાં અંદરોઅંદર ખેંચતાણ
ચંદીગઢ: પંજાબમાં ફરીથી કોંગ્રેસમાં ભંગાણ પડ્યું છે અને વર્તમાન મુખ્યમંત્રી કેપ્ટન અમરિંદર સિંહ અને નવજોતસિંહ સિદ્ધુ ફરી આમને-સામને આવી ગયા છે. એક સ્પીચ દરમિયાન નવજોતસિંહ સિદ્ધુએ બયાન આપ્યું કે, જો તેમને નિર્ણયો લેવા દેવામાં નહીં આવે તો તે કોઇને છોડશે નહીં.
https://twitter.com/ANI/status/1431156081653284866?s=20
આ પહેલાં કેપ્ટનનાં શક્તિ પ્રદર્શનથી તેઓ ગુસ્સે ભરાયા છે અને ખુલ્લેઆમ નિવેદનો આપી રહ્યા છે. નોંધનીય છે કે, કોંગ્રેસ દ્વારા સિદ્ધુનાં સલાહકાર એવા માલવીન્દર સિંહનું પણ રાજીનામું લેવામાં આવ્યું છે.
આ મુદ્દે કોંગ્રેસ દ્વારા પણ નિવેદન આપવામાં આવ્યું છે કે, તેમને પણ નિર્ણયો લેવા દેવામાં આવશે. પ્રદેશ અધ્યક્ષનાં પદે હોવાથી તેમને એટલી તો સત્તા છે.
મહત્વનું છે કે, નવજોતસિંહ સિદ્ધુએ કહ્યું હતું કે તેમને નિર્ણયો લેવા દેવામાં આવશે, તો પાર્ટી મજબૂત રહેશે પણ જો એવું ન થયું, તો તેઓ કોઇને નહીં છોડે.