ભારત દેશ વિદેશી દુશ્મનો સાથે સરહદ પર તો લડી જ રહ્યો છે, પરંતુ દેશમાં આંતરિક દુશ્મનો સામે પણ વિવિધ લડાઇઓ લડી રહ્યો છે. આજરોજ ભારતનાં મધ્યે આવેલાં છત્તીસગઢનાં દંતેવાડામાં નક્સલીઓ દ્વારા હુમલો કરવામાં આવ્યો છે, જેમાં 10 જવાનો શહીદ થયા છે.
50 કિલો વિસ્ફોટક વાપરવામાં આવ્યું
#WATCH | Security personnel and ambulances at the spot in Dantewada where 10 DRG jawans and one civilian driver lost their lives in an IED attack by naxals. #Chhattisgarh pic.twitter.com/qaot0Ns9GL
— ANI (@ANI) April 26, 2023
મહત્વનું છે કે, આ હુમલામાં 50 કિલો વિસ્ફોટક વાપરવામાં આવ્યું હતું. આ એક IED બ્લાસ્ટ હતો. આ હુમલો છત્તીસગઢનાં દંતેવાડા જિલ્લાના અરનપુર પોલીસ સ્ટેશન વિસ્તાર હેઠળ અરનપુર-સમેલીની વચ્ચે થયો હતો. કટ્ટર નક્સલવાદી કમાન્ડર જગદીશની માહિતી મેળવી તેને પકડવા જવાનો નીકળ્યા હતા.
બુધવારે સવારે લગભગ 7 વાગ્યે અહીં પોલીસ અને નક્સલવાદીઓ વચ્ચે અથડામણ થઈ હતી, ત્યારબાદ પરત ફરી રહેલા જવાનોના વાહનને ઉડાવી દેવામાં આવ્યું હતું.

આ હુમલા અંગે સીએમ ભૂપેશ બઘેલે કહ્યું કે નક્સલવાદીઓને બક્ષવામાં આવશે નહીં. આ ઘટના ખૂબ જ દુઃખદ છે.