Thursday, June 8, 2023
Google search engine
HomeLife-StyleHealthફળો ખાધા બાદ પાણી પીવું જોઈએ કે નહીં, જાણો શું કહે છે...

ફળો ખાધા બાદ પાણી પીવું જોઈએ કે નહીં, જાણો શું કહે છે આયુર્વેદ?

સ્વસ્થ રહેવા માટે લીલા શાકભાજી અને ફળ ખાવા જોઈએ. ફળો અને લીલા શાકભાજી ખાવાથી હેલ્થ સારી રહે છે. પણ ફળ અને શાકભાજી ખાતા પહેલા અને પછી કેટલીક બાબતોનું ધ્યાન રાખવું જરૂરી છે. નહીં તો નુકસાન પણ થઈ શકે છે.

અલબત્ત, આજે અમે આપને જણાવીશું કે ફળ ખાધા પછી પાણી પીવું જોઈએ કે નહીં. ફળ ખાવા માટે એક ચોક્કસ સમય હોય છે. ઘણા ફ્રુટ એવા હોય છે કે તે રાતે ખાવા જોઈએ નહીં આ સાથે જ ઘણા ફ્રુટ ખાધા પછી પાણી ન પીવાની પણ સલાહ આપવામાં આવે છે.

ઘણા લોકો કહે કે ફળ ખાધા પછી પાણી પીવાથી કંઈ ન થાય પણ ઘણા લોકો એવા પણ છે કે જે કહે છે કે ફળ ખાધા પછી પાણી પીવાથી કેટલીક સમસ્યા પણ આવે છે. ત્યારે આજે અમે આપને જણાવીશું કે ફળ ખાધા પછી ખરેખર પાણી પીવું જોઈએ કે નહીં અને આ સમગ્ર મામલે આયુર્વેદ શું કહે છે તે પણ જાણીએ.

આયુર્વેદ અનુસાર એવું કહેવામાં આવે છે કે ફળ ખાધા બાદ પાણી પીવાની સલાહ આપવામાં આવે છે. જ્યારે વડીલો ફળ ખાધા પછી પાણી પીવાનું ના પાડે છે. સવાલ એ થાય છે કે આખરે ફળ ખાધા પછી પાણી આખરે પાણી ક્યારે પીવુ જોઈએ. ફ્રુટ ખાવું આપણા સ્વાસ્થય માટે ખૂબ સારૂ છે.

ફળોનાં જ ગુણો પાણી પીવાથી અટકાવે છે!

ફળોમાં વિટામિન, મિનરલ્સ અને ઘણા ન્યુટ્રિશિયન હોય છે, જે હેલ્થ માટે ખુબ ફાયદાકારક હોય છે. જે લોકો ડાયટ કરતા હોય છે. તે લોકો પણ ડાયેટમાં ફળોને જરૂર સામેલ કરે છે. પણ ફળ ખાધા પછી પાણી પીવાને લઈને ઘણી બધી વાતો કહેવામાં આવી છે.

આ ઉપરાંત, ફ્રુટમાં ખાંડ અને યિસ્ટની માત્રા વધુ હોય છે, જે એસિડ બનાવે છે. ઘણા ફળ એસિડ બનાવે છે. જેથી પેટમાં પાણીની માત્રા વધી જાય છે. એવામાં જો તમે ફળ ખાધા પછી પાણી પીવો છો તો તમારે કેટલી સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે.

મોટાભાગે તો ફળો ખાધા પછી પાણી પીવામાં આવે તો પાચન ક્રિયા નબળી પડી જાય છે અને પેટ સાથે જોડાયેલી સમસ્યા ઉભી થાય છે. આ સાથે જ એસિટીડીની સમસ્યા વધી જાય છે અને છાતીમાં બળતરા થાય છે. જેથી ફળ ખાધાના 1 કલાક પછી પાણી પીવું જોઈએ, જેથી કોઈ સમસ્યા ઉભી ન થાય.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments