Tuesday, May 30, 2023
Google search engine
HomeSportsકોરોનાને પગલે નેધરલેન્ડનાં સા.આફ્રિકા સાથેની ટુર્નામેન્ટ જોખમમાં- ટીમ પરત ફરી શકે

કોરોનાને પગલે નેધરલેન્ડનાં સા.આફ્રિકા સાથેની ટુર્નામેન્ટ જોખમમાં- ટીમ પરત ફરી શકે

તાજેતરમાં જ દક્ષિણ આફ્રિકામાં કોરોનાનો નવો વેરિએન્ટ શોધાયો છે. આ વેરિએન્ટને પગલે ક્રિકેટ પર પણ તેની અસર થઇ છે અને સાઉથ આફ્રિકાનાં પ્રવાસે રહેલી નેધરલેન્ડની ટીમે પરત ફરવાનો નિર્ણય કર્યો છે.

મહત્વનું છે કે, આ નવો વેરિએન્ટ હાલ પાંચ દેશોમાં ડિટેક્ટ થયો છે, જેને પગલે દુનિયાભરનાં દેશો સાઉથ આફ્રિકા અને સંબંધિત દેશોની ફ્લાઇટ રદ કરી રહ્યા છે. આ પગલે હવે ભારતનો સાઉથ આફ્રિકા પ્રવાસ પણ જોખમમાં છે. આગામી 17મી ડિસેમ્બરથી ભારત સાઉથ આફ્રિકાના પ્રવાસે જવાનું છે.

સાઉથ આફ્રિકામાં રહેલાં ભારતીય ખેલાડીઓ ચિંતામાં

સાઉથ આફ્રિકામાં ભારત-Aની ટીમ 3 ચાર દિવસીય મેચ રમવા માટે ગઈ છે. ત્યારે આ નવા વેરિએન્ટને પગલે પ્રવાસ ટૂંકાવાશે અને ટીમને ક્યારે પરત બોલાવાશે, તે મુદ્દો ચર્ચામાં છે. જોકે, આ અંગે કોઇ નિર્ણય કરવામાં આવ્યો નથી.

 

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments