ગત રવિવારનાં રોજ Hyundai Pakistanનાં સોશિયલ મીડિયા હેન્ડલ્સ દ્વારા કાશ્મીર અંગે વાંધાજનક ટિપ્પણી દર્શાવતી પોસ્ટ થઇ હતી, જે પાછળથી સોશિયલ મીડિયા પરથી હટાવી લેવામાં આવી હતી. આ ઉપરાંત, Kia અને Pizza Hut દ્વારા પણ આ મુદ્દે વાંધાજનક કન્ટેન્ટ પબ્લિશ કરવામાં આવતાં દિલ્હીનાં વકીલ દ્વારા આ કંપનીઓ વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવામાં આવી છે.
કાશ્મીરને લઇને કરી હતી પોસ્ટ્સ
આ ઘટના અંતર્ગત, દિલ્હીમાં વિનીત જિંદાલ નામનાં વકીલ દ્વારા ફરિયાદ દાખલ કરવામાં આવી હતી, જેમાં દર્શાવ્યું હતું કે આ કંપનીઓ દ્વારા ભારતની સ્વાયત્તત્તાને નુકસાન પહોંચાડતી પોસ્ટ્સ સોશિયલ મીડિયા પર કરવામાં આવી હતી. ત્યારે આ કંપનીઓને ડિ-રજિસ્ટર કરી તેમના પર કેસ ફાઇલ કરવામાં આવે, તેવી તેમણે માંગ કરી છે.
પાકિસ્તાન દ્વારા મનાવવામાં આવતાં કાશ્મીર સોલિડારીટી ડે અંતર્ગત આ બધી કંપનીઓએ ખાસ પોસ્ટ કરી હતી, જે કન્ટેન્ટને લઇને સમગ્ર ભારતમાં હોબાળો મચી ગયો હતો અને આ બધી કંપનીઓને બોયકોટ કરવા માંગ પણ ઊઠી છે.
જોકે, Hyundai India દ્વારા પાછળથી આ ઘટના અંગે એક સ્ટેટમેન્ટ આપવામાં આવ્યું હતું અને ભારત તથા તેના નાગરિકો કંપની માટે મહત્વના છે, તેવી પણ સ્પષ્ટતા કરવામાં આવી હતી.
We deeply apologize for a post that was published on some KFC social media channels outside the country. We honour and respect India, and remain steadfast in our commitment to serving all Indians with pride.
— KFC India (@KFC_India) February 7, 2022
MEA દ્વારા સાઉથ કોરિયન એમ્બેસેડરને સમન્સ
આજરોજ એક્સટર્નલ અફેર્સ મિનિસ્ટ્રી દ્વારા સાઉથ કોરિયાનાં એમ્બેસેડરને આ ઘટના અંગે સમન્સ પાઠવવામાં આવ્યું હતું અને તેમણે આ ઘટના અંગે અફસોસ વ્યક્ત કર્યો હતો.