કોરોના અને પછી તેના વિવિધ વેરિએન્ટ સાથે હવે Omicron- આ બધાને લઇને પરિસ્થિતિ ગંભીર થતી જાય છે, ત્યારે ગંભીર પરિણામો જોયા છતાં લોકો સાવચેત થવાનું નામ નથી લઇ રહ્યા.
આજરોજ ગુજરાતમાં કુલ 20,966 કેસ સામે આવ્યા છે, જે ગતરોજ કરતાં લગભગ 3 હજાર વધારે છે. સાથે જ છેલ્લાં 24 કલાકમાં કુલ 12 લોકોનાં કોરોનાનાં કારણે મૃત્યુ થયા છે. અમદાવાદની વાત કરીએ તો અમદાવાદમાં કુલ 8529 કેસ નોંધાયા છે, તો સુરતમાં 3974 કેસ સામે આવ્યા છે.
સંસ્કારી નગરી વડોદરામાં 1998 કેસ તો રાજકોટમાં 1259 કેસ સામે આવ્યા છે. સૌથી ઓછા કેસ અનુક્રમે બોટાદ અને છોટા ઉદેપુરમાં નોંધાયા છે, જેમાં 3 અને 2 કેસ નોંધાયા છે. ડાંગ અને અરવલ્લીમાં પણ આંકડા હાલ ઓછા છે.
દિવસે ને દિવસે વધી રહ્યા છે કેસ
છેલ્લાં 10 દિવસમાં