ગાંધીનગર: સમગ્ર ગુજરાતમાં અને ખાસ કરીને અમદાવાદ અને સુરતમાં કોરોનાની પરિસ્થિતિ વકરતી જાય છે. હજી, 5મી જાન્યુઆરીનાં રોજ સમગ્ર ગુજરાતનાં 2300થી વધુ કેસ હતાં, જ્યારે આજરોજ અમદાવાદ એકલામાં 2281 કેસ નોંધાયા છે.
અન્ય શહેરોની વાત કરીએ તો સુરત શહેરમાં 1350 કેસ, વડોદરા શહેરમાં 239, રાજકોટ શહેરમાં 203, વલસાડમાં 142, આણંદમાં 133, ખેડામાં 104, સુરત જિલ્લામાં 102, ગાંધીનગર શહેરમાં 91, રાજકોટ 69, રાજકોટ જિલ્લામાં 69, ભાવનગર શહેરમાં 51, ભરૂચમાં 50, નવસારીમાં 49 કેસ નોંધાયા છે.
ત્યારે આ પરિસ્થિતિને પહોંચી વળવા માટે નવી ગાઇડલાઇન બહાર પાડવામાં આવી છે. આ ગાઇડલાઇનમાં જોકે મોટા કોઇ ફેરફાર નથી.
- અમદાવાદ સહિત 8 મોટા શહેરો અને આણંદ તથા ખેડા જિલ્લામાં પણ હવે રાત્રિ કરફ્યુ રહેશે, જે રાતનાં 10થી સવારનાં 6 વાગે સુધી રહેશે
- હોટેલ અને રેસ્ટોરન્ટ્સ રાતનાં 10 વાગે સુધી કુલ 75% કેપેસિટી સાથે ખુલ્લા રાખી શકાશે, જ્યારે હોમ ડિલીવરી 11 વાગે સુધી કરી શકાશે.
- લગ્ન સહિતનાં અન્ય સામાજિક પ્રસંગો 400 વ્યક્તિની હાજરી સાથે યોજી શકાશે. લગ્ન માટે ઓનલાઇન પોર્ટલ પર રજિસ્ટ્રેશન કરાવવાનું રહેશે
- અંતિમક્રિયામાં 100 માણસોની મંજૂરી
- સિનેમા હોલ, જીમ, સ્વિમિંગ પુલ, વોટર પાર્ક અને લાઇબ્રેરીમાં 50% ક્ષમતા સુધી જ માણસોને પ્રવેશ
- ધોરણ 1 થી 8નું શિક્ષણ ઓનલાઇન કરાશે, જ્યારે ધોરણ 9 થી પોસ્ટ ગ્રેજ્યુએશન સુધીનાં કોર્સ માટે 50% ક્ષમતાનાં વિદ્યાર્થીઓ સાથે ચાલુ રાખી શકાશે