દેશમાં એક તરફ કોરોનાને પગલે ધીમા પડેલાં વેપાર-ધંધા માંડ બેઠા થયા છે, તો બીજી તરફ સામાન્ય માણસને અસર કરે તેવા નિયમો આગામી ડિસેમ્બરથી લાગુ થવા જઇ રહ્યા છે. ખાસ કરીને ક્રેડિટ કાર્ડ યુઝર્સને તેની મોટી અસર થશે.
દેશમાં સૌપ્રથમવાર ઘર ઘરની જરૂરિયાત એવી માચિસની કિંમત ફરી એકવાર બમણી થવા જઇ રહી છે. 1 ડિસેમ્બર 2021થી માચિકની એક ડબ્બી 1 રૂપિયાને બદલે 2 રૂપિયામાં મળશે. 2007માં 50 પૈસા કિંમત વધી બાકસ 1 રૂપિયાની થઈ હતી. કાચા માલની કિંમત વધી જતાં માચિસની કિંમત વધી છે.
આ ઉપરાંત, હવેથી SBI ક્રેડિટ કાર્ડ યુઝર્સે 99 રૂપિયાનો ચાર્જ આપવો પડશે. 1લી ડિસેમ્બરથી SBI ક્રેડિટ કાર્ડ દ્વારા કરવામાં આવતી દરેક ખરીદી પર 99 રૂપિયા અને અલગથી ટેક્સ આપવો પડશે. આ પૈસા પ્રોસેસિંગ ચાર્જ તરીકે વસૂલાશે. 1 ડિસેમ્બર 2021થી તમામ મર્ચન્ટ EMIની લેવડ દેવડ પર પ્રોસેસિંગ તરીકે 99 રૂપિયા આપવા પડશે.
આ સિવાય દેશની બીજી સૌથી મોટી સરકારી બેંક પંજાબ નેશનલ બેંકના ગ્રાહકો માટે માઠા સમાચાર છે. બેંકે સેંવિગ્સ અકાઉન્ટના વ્યાજ દરમાં ઘટાડો કરવાનો નિર્ણય કર્યો છે. બેંક સેવિંગ્સ અકાઉન્ટનો વ્યાજ દર 2.90%થી ઘટાડી 2.80% કરવા જઈ રહી છે.