રશિયાએ યુક્રેઇન પર હુમલો કર્યાનો આજે બીજો દિવસ છે. ત્યારે યુક્રેઇનની રાજધાની કિવમાં રશિયાએ હુમલા કર્યા છે અને સૈન્ય બોર્ડર પર પહોંચી ગયું છે. બીજી તરફ NATO નાં સભ્ય રાષ્ટ્રોએ રશિયા પર વળતા હુમલાની તૈયારી કરી છે. યુરોપિયન યુનિયન (EU) દ્વારા રશિયાનાં આવા આક્રમક પગલાંને લીધે ખાસ બેઠક બોલાવી હતી અને જેનાં પરિણામસ્વરૂપ રશિયા પર ખાસ પ્રતિબંધો લગાવવામાં આવ્યા છે.
સમગ્ર વિશ્વ પાસે યુક્રેઇને માંગી મદદ
મહત્વનું છે કે, યુક્રેઇને સમગ્ર વિશ્વનાં દેશો અને ખાસ કરીને મોટાં દેશો પાસે મદદની આશા રાખી છે. જોકે, રશિયાનાં વૈશ્વિક તેજને લીધો કોઇપણ દેશ સીધી રીતે યુક્રેઇનને મદદ કરી શકે તેમ નથી.
યુરોપિયન યુનિયને ગઇકાલની મિટિંગમાં રશિયા સામે ખાસ પગલાં લેવાની જાહેરાત કરી છે, જેમાં ઇકોનોમિક અને સહિત વ્યાપારીક પ્રતિબંધો લાગુ કર્યા છે.
- પ્રથમ: રશિયા સાથે ટેક્નોલોજી સંબંધિત વ્યાપાર પર રોક
- બીજું: રશિયન ડિપ્લોમેટ્સ અને રશિયન બિઝનેસમેનને જે ખાસ લાભ મળતાં હતા તે યુરોપિયન યુનિયન તરફથી હટાવી લેવામાં આવ્યા છે.
- ત્રીજું: રશિયાને એરક્રાફ્ટ અને ઇક્વિપમેન્ટસ વેચવા પર પ્રતિબંધ
- ચોથું: રશિયાની મોટી બેંક અને ફાઇનાન્સ ઓર્ગેનાઇઝેશનનાં એકાઉન્ટ બ્લોક કરી તેમના ટ્રાન્જેક્શન પર પ્રતિબંધ
મહત્વનું છે કે, આ સમગ્ર મામલે યુરોપિયન યુનિયન દ્વારા યુક્રેઇન પ્રત્યે મજબૂત પક્ષ દાખવવામાં આવ્યો છે.