ગુજરાત જાહેર સેવા આયોગ અંતર્ગત આગામી સમયમાં લેવામાં આવનારી પરીક્ષાઓ પર ગ્રામ પંચાયતની ચૂંટણીની અસર થઇ છે. આ કારણે તારીખ 19 અને 26મી ડિસેમ્બરનાં રોજ યોજાનારી પરીક્ષાઓમાં ફેરફાર થયો છે.
19મી તારીખે ગ્રામ પંચાયતની ચૂંટણીઓ યોજાનાર હોઇ ગુજરાત વહીવટી સેવા વર્ગ-1, ગુજરાત મુલ્કી સેવા વર્ગ 1-2, તથા ગુજરાત પાલિકા મુખ્ય અધિકારી સેવા વર્ગ-2ની કુલ 183 જગ્યા માટે જે પરીક્ષા 19મી ડિસેમ્બરનાં રોજ યોજાવાની હતી, તે હવે 26મી ડિસેમ્બરનાં રોજ યોજાશે.
આ સાથે જ 26મી ડિસેમ્બરનાં રોજ જે પરીક્ષાઓ હતી, તેમાં પણ ફેરફાર છે, જેની નવી તારીખો આ મુજબ છે.
- મદદનીશ વ્યવસ્થાપક/મદદનીશ નિયામક વર્ગ-2 ની પરીક્ષા હવે 2જી જાન્યુઆરી, 2022નાં રોજ યોજાશે
- નાયબ નિયામક, ગુજરાત આંકડાકીય સેવા વર્ગ-1ની પરીક્ષા હવે 2જી જાન્યુઆરી, 2022નાં રોજ યોજાશે
- જુનિયર ટાઉન પ્લાનર વર્ગ-2ની પરીક્ષા હવે 9મી જાન્યુઆરી, 2022નાં રોજ યોજાશે.