Omicron નાં ખતરા વચ્ચે ગુજરાત રાજ્યમાં રાત્રિ કરફ્યુ લંબાવાયો છે. આગામી 31મી ડિસેમ્બર સુધી આ કરફ્યુ યથાવત રહેશે. મોટા 8 શહેરોમાં રાતે 1 થી સવારનાં 5 કરફ્યુ યથાવત છે. બાકી કોઇ નવા ફેરફાર આ ગાઇડલાઇનમાં નથી.
Gujarat: Govt extends night curfew (1 am to 5 am) in 8 major cities till December 31
— Prasar Bharati News Services पी.बी.एन.एस. (@PBNS_India) December 20, 2021
મહત્વનું છે કે, અન્ય કોઇ નવા ફેરફાર આ આદેશમાં નથી. તમામ રેસ્ટોરન્ટ અને ફુડ જોઇન્ટ્સ રાતનાં 12 વાગ્યા સુધી ખુલ્લા રાખી શકાશે. સાથે જ લગ્નમાં 400 માણસની છૂટ યથાવત છે.
મહત્વનું છે કે, હાલ ભારતમાં Omicron નો ખતરો વધી રહ્યો છે, ત્યારે ગુજરાતમાં પણ કુલ 11 કેસ નોંધાયા છે, જ્યારે ભારતમાં કુલ 163 કેસ નોંધાવા પામ્યા છે. ગુજરાત સહિત મહારાષ્ટ્ર, દિલ્હી, રાજસ્થાન, કર્ણાટક, તેલંગાણા, આંધ્ર પ્રદેશ, તમિલનાડુ અને પ. બંગાળમાં Omicron નાં કેસ તંત્રનાં ધ્યાનમાં આવ્યા છે.