મુંબઇ પોલીસ ફક્ત ઓન-ગ્રાઉન્ડ જ નહીં, પરંતુ સોશિયલ મીડિયા પર પણ એટલી જ એક્ટિવ છે અને તેના દ્વારા પણ મુંબઇની જનતાની સાથે સતત ચાંપતી નજરે હાજર રહે છે. ત્યારે મુંબઇ પોલીસ દ્વારા આજરોજ એક વીડિયો તેમના ઇન્સ્ટાગ્રામ હેન્ડલ પર શેર કરવામાં આવ્યો છે.
View this post on Instagram
શહેરમાં મહિલાઓની સુરક્ષા માટે ખાસ નિર્ભયા સ્ક્વોડ બનાવવામાં આવી છે, જે અંતર્ગત 103 નંબર ડાયલ કરી મહિલાઓ પોતાની સુરક્ષા માટે ગમે ત્યારે નિર્ભયા સ્ક્વોડને બોલાવી શકે છે. સાથે જ કોઇપણ જગ્યાએ મુશ્કેલીમાં મુકાયેલી મહિલા 103 ડાયલ કરશે, ત્યારે તરત જ લોકેશન ટ્રેસ કરીને નિર્ભયા સ્ક્વોડ તેની વહારે પહોંચી જશે.
મહત્વનું છે કે, મુંબઈ પોલીસના ‘નિર્ભયા સ્ક્વોડ’ના પ્રચાર માટે ફિલ્મમેકર રોહિત શેટ્ટીએ એક વીડિયો બનાવ્યો છે, જેમાં અમિતાભ બચ્ચને પોતાનો અવાજ આપ્યો છે. આ વીડિયોને બોલિવુડનાં વિવિધ સ્ટાર્સ દ્વારા શેર કરવામાં આવ્યો છે. અભિનેતા અક્ષય કુમારે વીડિયોને શેર કરતાં લખ્યું, ‘નિર્ભયા સ્કવોડ’ મહિલાઓ માટે મુંબઈ પોલીસની એક મોટી પહેલ છે.