Artificial Intelligence અથવા તો AI આજકાલ ઘણું ચર્ચામાં છે. વૈશ્વિક સ્તરે તેની ઘણી ચર્ચા થઇ રહી છે, કારણકે એવું કહેવાય છે કે AI નાં કારણે ઘણાં-બધા એવા કામ છે, જેના કારણે અમુક હદ સુધી લોકોની નોકરી ખતરામાં પડી શકે છે. મહત્વનું છે કે, ChatGPT એ ટેક્સ્ટ બેઝ્ડ AI ટૂલ છે અને તેનાં જેવા બીજા ઘણાં ટૂલ છે, જે ફોટોસ, વીડિયોઝ વગેરે ક્રિએટ કરવામાં મદદરૂપ બની શકે છે.
વિવિધ પ્રકારનાં ટૂલને કારણે અલગ-અલગ સેક્ટરમાં વિવિધ રોલ પર ખતરો ઊભો થઇ શકે છે, ત્યારે ભારતની ભારતનાં બિગેસ્ટ સ્ટોક બ્રોકર Zerodha નાં CEO નિતિન કામતે એક ટ્વિટ કરીને જણાવ્યું છે કે, તેમની કંપનીમાં AI નાં કારણે કોઇપણ નોકરી નહીં ગુમાવે.
We’ve just created an internal AI policy @zerodhaonline to give clarity to the team, given the AI/job loss anxiety. This is our stance:
"We will not fire anyone on the team just because we have implemented a new piece of technology that makes an earlier job redundant." 1/8
— Nithin Kamath (@Nithin0dha) May 12, 2023
આ ટ્વિટમાં વાંચવા મળે છે તે મુજબ, તેમણે AI નાં વિવિધ પાસાઓની ચર્ચા કરી છે અને જણાવ્યું છે કે માનવ સંસાધન વગર કંપનીઓ કઇ રીતે ચાલશે અને જો ચાલશે તો કઇ પરિસ્થિતિઓ સર્જાઇ શકે છે.
નિતન કામત જણાવે છે કે, AI ની માનવજાત પર ખરી અસર હજુ આગામી વર્ષોમાં જોવા મળશે, જેમાં સમય લાગશે. સાથે જ તેઓ જણાવે છે કે જો એક દેશ ટેક્નોલોજીનાં દરે આગળ વધી રહ્યો હશે, તો બીજા દેશો AI પર આધાર રાખીને આળસુ બની બેસી નહીં રહે. આમ, AI નાં ઘણાં પાસા છે, જે હજી બારીકાઇથી જોવા પડશે અને ફોલો કરવા પડશે.