રાજકોટનાં મેયર અને ત્યારબાદ હવે વડોદરાનાં મેયરનાં આદેશથી ખળભળાટ મચી જવા પામ્યો છે. ખાસ કરીને તેમના આદેશમાં ફૂટપાથ પરથી નોનવેજની લારીઓ હટાવવાનો આદેશ છે, જેના કારણે લોકોમાં કુતૂહલ જાગ્યું છે.
રાજકોટ બાદ @VMCVadodara એ નોનવેજ અને ઈંડાની લારીઓ મુખ્ય રસ્તાઓ પરથી દૂર કરવા આપ્યો આદેશ
ટ્રાફિકની સમસ્યા અને કોઈની આસ્થાને ઠેસ ન પહોંચે એ હેતુથી નિર્ણય લેવામાં આવ્યો છે.
મુખ્ય રસ્તા ઉપર અને ખુલ્લામાં વેચવામાં આવતા મટન અને મચ્છી કે આમલેટની લારી બંધ કરાવવા સૂચના આપવામાં આવી છે. pic.twitter.com/KkKN75TxVX
— vadodara sanskari nagari (@vsanskarinagari) November 11, 2021
આ મુદ્દે ગુજરાત કાયદામંત્રી રાજેન્દ્ર ત્રિવેદીએ એક નિવેદનમાં જણાવ્યું કે, “ફૂટપાથ ઉપર ધંધો કરવાનો કોઇને પણ અધિકાર નથી, ફૂટપાથ રાહદારીઓ માટે છે. જાહેર રોડ પર લારીઓું દબાણ લેન્ડ ગ્રેબિંગ સમાન છે. વળી તેમણે તે પણ કહ્યુ કે આ માત્ર નોનવેજની નહી પણ રસ્તે ઉભી રહેતી કોઇપણ લારી હોય તે ન ઉભી રહી શકે.”
વધુમાં તેમણે જણાવ્યું કે, “જ્યાં સુધી નોનવેજ અને વેજ પણ આવી રીતે બનતુ હોય છે જેના કારણે જાહેરમાં એનો ધૂમાડો ઉડતો હોય છે, રાહદારીઓને આંખોમાં લાગતો હોય છે, તેને અટકાવવું જ પડશે.”
રાજ્યભરનાં જિલ્લાઓમાં ધીરે-ધીરે ઉઠી રહી માંગ
રાજકોટ અને હવે વડોદરા બાદ સૌરાષ્ટ્રનાં કેટલાંક જિલ્લાઓ તથા ગુજરાતનાં અન્ય જીલ્લાઓમાંથી પણ લોકો તેમના વિસ્તારમાં ઇંડાની લારી હટાવવા મુદ્દે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી રહ્યા છે.