છત્તીસગઢનાં પંખાજૂરમાં એક અનોખી ઘટના સામે આવી છે, જેમાં એક સરકારી અધિકારીએ પોતાનાં એક ફોનને શોધવા માટે હજારો ખેડૂતોને કામ લાગે એટલું પાણી વેડફ્યું છે. મળતી માહિતી મુજબ, અધિકારીએ 21 લાખ લિટર પાણી વેડફી દીધું.
A food inspector was suspended in @KankerDistrict of #Chhattisgarh when he pumped out 21lakh litres water from a reservoir for 4 days,to fish out his mobile phone that slipped from hand. He said that the water was unusable & he made it usable by transferring it into lake. pic.twitter.com/FVv1pMi8vu
— RASHMI DROLIA (@rashmidTOI) May 26, 2023
સિંચાઇ અધિકારીઓને પણ નહોતી ખબર
વાત એમ હતી કે કોયલીબેડા બ્લોકનાં ફૂડ ઓફિસર રાજેેશ વિશ્વાસ રજાઓ ગાળવા ખેરકટ્ટા પરલકોટ જળાશય પાસે ગયા હતા, જ્યાં તેમને ફોન જળાશયમાં પડી ગયો. તેમણે તરત ગામવાળાઓને વાત કરી અને તરવૈયાઓએ ફોન શોધવા પ્રયાસ આદર્યો પણ ન મળ્યો. ત્યારે તેમણે જળ સંસાધન વિભાગને વાત કરી અને જાણે આભ તૂટી પડ્યું હોય એમ જળ સંસાધન વિભાગનાં અધિકારીઓએ પણ તરત મંજૂરી આપી દીધી.

જોકે, ઘટના વેગળી બનતાં જળ સંસાધન વિભાગનાં અધિકારીઓએ કહ્યું કે તેમણે 4 ફૂટની જ મંજૂરી આપી હતી, પરંતુ ફૂડ ઓફિસરે પોતાની અફસરગીરી બતાવતાં 10 ફૂટ સુધી ડેમ ખાલી કર્યો, જેનું પાણી લગભગ દોઢ હજાર હેક્ટર ખેતરમાં સિંચાઇ માટે કામ આવી શકતું.