ભારતમાં પણ હવે Omicron વેરિએન્ટનો પ્રવેશ થયો છે. કેન્દ્રીય હેલ્થ મિનિસ્ટ્રીનાં જોઇન્ટ સેેક્રેટરી લવ અગ્રવાલે માહિતી આપી છે કે ભારતમાં ઓમિક્રોનનાં બે કેસ નોંધાયા છે. સાથે જ તેમણે માહિતી આપતાં કહ્યું કે વિશ્વનાં કુલ 29 દેશોમાં 373 કેસ નોંધાવા પામ્યા છે.
Two cases of #Omicron Variant reported in the country so far. Both cases from Karnataka: Lav Agarwal, Joint Secretary, Union Health Ministry#COVID19 pic.twitter.com/NlJOwcqGDf
— ANI (@ANI) December 2, 2021
વિદેશથી આવેલા પેસેન્જરનું થઇ રહ્યું છે ખાસ સ્ક્રીનિંગ
લવ અગ્રવાલે વધુમાં જણાવ્યું કે વિદેશથી અને ખાસ કરીને રિસ્ક બેઝ્ડ કન્ટ્રીઝથી આવેલા પેસેન્જર્સનું ખાસ સ્ક્રીનિંગ કરવામાં આવી રહ્યું છે. ભારતમાં કર્ણાટકમાં આ બે કેસ નોંધાયા છે, જેનાથી ગભરાવાની જરૂર નથી. લોકોએ ખાસ કરીને સાવચેતી રાખવાની જરૂર છે.
આ બંને દર્દીઓની ઉંમર અનુક્રમે 46 અને 66 વર્ષની છે. આ સાથે જ લવ અગ્રવાલે જણાવ્યું કે દેશની 49% વસ્તીને વેક્સિનનાં બંને ડોઝ લાગી ચૂક્યા છે. દેશમાં હાલ કોરોનાના 99763 એક્ટિવ કેસ છે. છેલ્લા 24 કલાકમાં 9,765 નવા કેસ નોંધાયા છે.