વડોદરા: Omicron વેરિએન્ટ ધીરે-ધીરે વિશ્વભરમાં ભરડો લઇ રહ્યો છે, ત્યારે ગુજરાતમાં બીજે બે કેસ Omicron નાં નોંધાવા પામ્યા છે. ગતરોજ વડોદરામાં 67 વર્ષીય મહિલા અને 75 વર્ષનાં પુરુષ પોઝિટિવ હોવાની માહિતી પ્રાપ્ત થઇ છે.
આ દંપત્તિ નોન હાઇ રિસ્ક કંન્ટ્રીમાંથી આવેલું હતું. ત્યારે હવે નોર્મલ કન્ટ્રીઝમાંથી આવેલા લોકોમાં Omicron જોવા મળતાં તંત્ર ચિંતામાં મૂકાયું છે.
અત્યાર સુધી દેશમાં આવેલા ઓમિક્રોન પોઝીટીવ કેસો હાઇ રિસ્ક કંન્ટ્રીમાંથી આવેલા મુસાફરોના આવ્યા હતા.
ભારતમાં કુલ કેસની સંખ્યા પહોંચી 101
આ પહેલાં મુંબઇમાં અમેરિકાથી આવેલા એક મુસાફરનો પણ Omicron રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. તેણે Pfizer વેક્સિનનાં ત્રણ ડોઝ લીધેલા છે, છતાં વેરિએન્ટ લાગુ પડ્યો છે.
બીજી તરફ દિલ્હીમાં Omicron નાં 10 નવા કેસ સામે આવ્યા છે, જેના કારણે કુલ આંકડો 20 થવા પામ્યો છે.