Sunday, October 2, 2022
Google search engine
HomeEntertainmentPushpa ની ભવ્ય સફળતા બાદ અલ્લુ અર્જુનની આ ફિલ્મ થશે હિન્દી ડબ:...

Pushpa ની ભવ્ય સફળતા બાદ અલ્લુ અર્જુનની આ ફિલ્મ થશે હિન્દી ડબ: 26 મી જાન્યુઆરીએ થિયેટરોમાં!

તેલુગુ સ્ટાર અલ્લુ અર્જુનની લેટેસ્ટ ફિલ્મ પુષ્પા હાલ થિયેટરોમાં ધૂમ મચાવી રહી છે, ત્યારે તેમની વધુ એક તેલુગુ ફિલ્મ હિન્દીમાં ડબ થવા જઇ રહી છે. જી હાં, અલ્લુ અર્જુનની સુપરહિટ ફિલ્મ Ala Vaikunthapurramuloo ને પણ હિન્દીમાં ડબ કરવામાં આવશે. આ ફિલ્મ 26મી જાન્યુઆરીએ થિયેટર્સમાં રિલીઝ કરવામાં આવશે.

મહત્વનું છે કે, આ ફિલ્મ 2020 માં આવી હતી અને ત્રિવિક્રમ શ્રીનિવાસે તેને નિર્દેશિત કરી હતી. આ ફિલ્મમાં અલ્લુ અર્જુનની સાથે પૂજા હેગડે, તબુ, સચિન ખેડેકર અને મુરલી શર્મા લીડ રોલમાં જોવા મળ્યા હતા. ફિલ્મ બોક્સ-ઓફિસ પર સુપરહિટ રહી હતી અને તેના બે ગીતો- Ramulo Ramulaa અને Butabomma ખૂબ જ વાયરલ થયા હતા.

આ પહેલાં અલ્લુ અર્જુનની ફિલ્મ પુષ્પાનાં હિન્દી ભાગને ઘણો આવકાર મળ્યો હતો. અલ્લુ અર્જુનનાં હિન્દી કેરેક્ટરને શ્રેયસ તળપદેએ હિન્દી ડબ કર્યુ છે, ત્યારે આ ફિલ્મનાં હિન્દી રાઇટ્સ પણ પ્રખ્યાત પ્રોડક્શન હાઉશ ગોલ્ડમાઇન્સ જોડે જ રહેશે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments