ગુજરાતમાં હવે છાશવારે પેપર ફૂટવાનાં સમાચાર સામે આવે છે, ત્યારે આજરોજ વધુ એક પેપર ફૂટ્યું છે. આ પેપર કોઇ સરકારી કે કોલેજ પરીક્ષાનું નહીં પરંતુ શાળાની પરીક્ષાનું છે.
રાજ્યમાં હાલમાં ધોરણ 6થી 8ની પરીક્ષા ચાલી રહી છે. ત્યારે પ્રાથમિક શાળાની પરીક્ષાના પેપરોની ચોરી થઈ છે. પેપરોની ચોરી થતા LCB, સ્થાનિક પોલીસે તપાસ હાથ ધરી છે. આ ઘટના અંગે જ્યારે પેપર વાળા રૂમમાંથી પ્રવેશ કરતા લોખંડની બારી પણ તૂટેલી જોવા મળી હતી. ત્યારે ચોરીની જાણ થતાં પોલીસને માહિતી અપાઇ અને પોલીસે તપાસ હાથ ધરી છે.
મહત્વનું છે કે, શિક્ષકોએ લગાવેલ તાળું તોડીને કોઈ શખ્સો સ્કૂલમાં પ્રવેશ્યા હતા અને ધોરણ 7ના 21 અને ધોરણ 8નું એક પેપરની ચોરી થઈ છે.
પરીક્ષા કરવામાં આવી રદ
સમગ્ર મામલે પ્રાથમિક શિક્ષણ નિયામક એમ.આઈ. જોશીએ જણાવ્યું કે, શિક્ષણ વિભાગની સૂચના અનુસાર તળાજા તાલુકાની નેસવડ પ્રા. શાળા,જી.ભાવનગર માંથી વાર્ષિક પરીક્ષાના પ્રશ્નપત્રની ચોરી થઈ હતી, જે અંગે પોલીસ ફરિયાદ દાખલ કરાઇ છે અને વિદ્યાર્થીઓનાં હિત માટે 22 એપ્રિલ અને 23 એપ્રિલના રોજ યોજાનાર ધોરણ 7 ની પરીક્ષા રદ કરવામાં આવે છે.